Top Stories
khissu

રતન ટાટાના 3,800 કરોડના સામ્રાજ્યને કોણ સંભાળશે? આ રહ્યો જવાબ, જાણો કોણ છે 37 અને 34 વર્ષની આ બે છોકરીઓ

Ratan Tata: ટાટા ગૃપનું નામ દેશમાં અવ્વલ નંબરે લેવામાં આવે છે. પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમના પછી કોણ એવું આવશે જે આટલું મોટું બિઝનેસ સામ્રાજ્ય સરખી રીતે સંભાળશે? આ સવાલનો જવાબ ખુદ રતન ટાટાએ જ આપ્યોછે. તેમણે ટાટા ગ્રુપના વારસદારોને તાલીમ આપવાનું શરૂ કર્યું છે. 

આવનારા દિવસોમાં આ વારસદારો આખા ગૃપનો કબજો હાથમાં લઈને સંભાળવાનું શરૂ કરશે. ખાસ વાત એ છે કે આ વારસદારોની ઉંમર 40 વર્ષ પણ નથી. જેમાંથી બે યુવતીઓ પણ સામેલ હોવાનુ કહેવામાં આવી રહ્યું છે.

રતન ટાટાના નાના ભાઈ નોએલ ટાટાના બાળકો કે જેમના નામ લેહ, માયા અને નેવિલ ટાટા છે. ત્રણેય મીડિયાની લાઇમલાઇટથી દૂર રહે છે. ઉપરાંત રતન ટાટાના માર્ગદર્શન હેઠળ તે ઘણા પ્લાન શીખી રહ્યા છે જેથી કરીને તે ભવિષ્યમાં અબજો રૂપિયાના આ બિઝનેસ સામ્રાજ્યને સંભાળી શકે. 

આ કારણોસર ટાટા ગ્રુપની પેટાકંપની, ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના બોર્ડે 2 નવેમ્બર 2022ના રોજ લિયા, માયા અને નેવિલ ટાટાને સામેલ કર્યા. આ ત્રણેય હાલમાં રતન ટાટા હેઠળ કામ કરી રહ્યાં છે. 3,800 કરોડની અંદાજિત સંપત્તિના માલિક રતન ટાટા આ બિઝનેસ સામ્રાજ્યના ભાવિ નેતાઓને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

લિયા ટાટા ગ્રુપની હોટલો સંભાળે છે

નોએલ ટાટાની મોટી દીકરી લેહ ટાટા હોટલ ઉદ્યોગનો બિઝનેસ સંભાળી રહી છે. તેમણે તાજ હોટેલ્સ રિસોર્ટ્સ એન્ડ પેલેસિસમાં આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. મેડ્રિડની IE બિઝનેસ સ્કૂલમાં તેણીનું શિક્ષણ પૂરું કર્યા પછી, લેહે વેચાણ વિભાગમાં કામનો અનુભવ મેળવ્યો. ત્યારબાદ ઈન્ડિયન હોટેલ કંપનીમાં ટ્રાન્સફર કરી જે ટાટા ગ્રૂપ ઓફ હોટેલ્સનું મુખ્ય એકમ છે જેનું સંચાલન અને કામગીરી સંભાળી રહી છે.

માયા ટાટા આ કામ સંભાળે છે

લિયા ટાટાની નાની બહેન માયા ટાટાએ રતન ટાટાના માર્ગદર્શન હેઠળ ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે અહીં પોર્ટફોલિયો મેનેજર અને રોકાણકાર સંબંધોના પ્રતિનિધિ તરીકે કામ કર્યું. યુનિવર્સિટી ઓફ વોરવિક અને બેયસ બિઝનેસ સ્કૂલના સ્નાતક, માયાએ ટાટા જૂથમાં ઘણી ભૂમિકાઓમાં યોગદાન આપ્યું છે. તેમણે તાજેતરમાં ટાટા કેપિટલ સાથેનો તેમનો કાર્યકાળ સમાપ્ત કર્યો અને તેમનું ધ્યાન ટાટા ડિજિટલ પર સ્થાનાંતરિત કર્યું.

નેવિલ ટાટાનું ફોકસ રિટેલ બિઝનેસ પર

નોએલ ટાટાનો સૌથી નાનો પુત્ર નેવિલ ટાટા બેઝ બિઝનેસ સ્કૂલનો સ્નાતક છે.  મળતી માહિતી અનુસાર તેઓ હાલમાં ટ્રેન્ટ હાઇપરમાર્કેટ પ્રાઇવેટ લિમિટેડના વડાના પદ પર છે. આ કંપની પેરેન્ટ કંપની તરીકે કામ કરે છે જે વેસ્ટસાઇડ અને સ્ટાર માર્કેટ જેવી વિવિધ ટાટા બ્રાન્ડ્સના સંચાલનની દેખરેખ રાખે છે.