Top Stories
બાપ રે! આ ખેડૂતો 1 હેક્ટરમાં કરી 70 પાકની ખેતી

બાપ રે! આ ખેડૂતો 1 હેક્ટરમાં કરી 70 પાકની ખેતી

ભારતના ખેડૂતો હવે આત્મનિર્ભર બન્યા છે. અહીં આપણે એવા ખેડૂત વિશે વાત કરીશું કે જેઓ મોટા પાયે ખેતી કરી કૃષિક્ષેત્રે સફળ ખેડુત તરીકે ઉત્તમ ઉદાહરણ બન્યા છે. આ ખેડૂતે એક એવું મોડલ બનાવ્યું જેનાથી તેણે ખૂબ આર્થિક પ્રગતિ પણ સાધી. તો ચાલો હવે તે ખેડૂતની સફળતા તથા તેણે કરેલા અઢળક પાકોના ઉત્પાદનોની માહિતી મેળવીએ..

ખરગોન જિલ્લાના, બિસ્તાન વિસ્તારના રહેવાસી જેનું નામ છે અવિનાશ ડાંગી. તેઓ એક ખેડૂત છે. તેઓએ ખેડૂતોની આર્થિક પ્રગતિ માટે કૃષિનું આત્મનિર્ભર મોડલ તૈયાર કર્યું જેનું નામ "મલ્ટી લેયર, મલ્ટી ક્રોપ, ફ્રુટ ફોરેસ્ટ, ફેમિલી, ફાર્મિંગ મોડલ" છે.  આ મોડલ અપનાવીને તેણે સારો નફો મેળવ્યો છે. તેઓ કહે છે કે આ મોડલથી ખેડૂતની સાથે ખેતીની જમીન અને પર્યાવરણને સીધો લાભ મળશે.
    
આ મોડલ ખેતી પર આધારિત પોષકતત્વો અને જીવાતોનું સંચાલન, સિંચાઈના પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને સમયની બચતમાં મદદ કરે છે. પરિવારની જરૂરિયાત મુજબ જરૂરી પાકનું ઉત્પાદન એક જ જગ્યાએ કરી શકાય છે.

ખેડૂત શ્રી અવિનાશ ડાંગીએ ગયા જૂન મહિનાથી તેમની એક હેક્ટર ખેતીની જમીનમાં આ મોડલ મુજબ ખેતી શરૂ કરી છે. તેઓ 70 પ્રકારના પાક લઈને નવતર પ્રયોગો કરી રહ્યા છે. હાલમાં તેમના ખેતરમાં 18 પ્રકારના શાકભાજી, 32 પ્રકારના ફળો અને ચાર મસાલાના પાકો ઉગાડવામાં આવે છે. આ પાક 360 ફૂટ લાંબી 21 હરોળમાં વાવવામાં આવે છે. અદ્યતન કૃષિ તકનીકનો ઉપયોગ કરીને વાવેતર કરાયેલ પાકને બીજા પાક કરતાં વધુ સારા ઉત્પાદન માટે સમર્થન મળી રહ્યું છે.

શ્રી ડાંગીએ જૂનથી ડિસેમ્બર 2021 દરમિયાન લીલા ધાણા, મગફળી, અડદ, મેરીગોલ્ડના ફૂલો અને સ્વીટ કોર્ન ઉગાડ્યા છે, જેના કારણે તેમને લગભગ એક લાખ રૂપિયાનો નફો થયો છે. તેમના મૉડલમાં દરેક ઋતુમાં કુટુંબની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખેતીની જમીન પર અનેક હરોળમાં ફળો, શાકભાજી, અનાજ અને કઠોળ ઉગાડવામાં આવે છે. હાલમાં સિઝનને અનુકુળ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ટપક અને પૂર સિંચાઈનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભાત-ભાતના શાકભાજી, ફળ અને કઠોળનું ઉત્પાદન 
ખેડૂત શ્રી અવિનાશ દ્વારા તૈયાર કરાયેલ કૃષિના સ્વનિર્ભર મોડેલમાં ફાસ્ટ ફૂડમાં વપરાતી શાકભાજીનું પણ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. તેણે પોતાના ખેતરમાં દેશમાં ઉગાડવામાં આવતી શાકભાજીની સાથે દક્ષિણ ચીન અને પૂર્વ એશિયામાં ઉગાડવામાં આવતી શાકભાજી પણ ઉગાડી છે. ચાલો જાણીએ કેટલાં પાકોનું વાવેતર કર્યુ છે.

શાકભાજી
લીલો અને કાળો બોકચોય, લીલો અને લાલ લેટીસ, લીંબુ, બાકલા, બારબેરી, બ્રોકોલી, ફ્રેન્ચ બીન્સ, કોબીજ, લાલ અને સફેદ મૂળો, લાલ અને લીલી કોબીજ, જાંબલી અને નારંગી કોબીજ, પાલક અને મેથીના પાકો, સુરજણા વગેરે.

ફળો
જામફળ, નાળિયેર, મોસંબી, નારંગી, કેરી, જેકફ્રૂટ, સાપોટા, અંજીર, લાલ અને લીલી ગૂસબેરી, જામુન, સીતાફળની ચાર પ્રજાતિઓ, પપૈયા, દાડમ, પાણી-સફરજન, લીચી, ચેરી, કેળા, ફાલસા, કાજુ અને રામફળ વગેરેનું વાવેતર કરવામાં આવ્યું છે.

કઠોળ તુવેર અને ચણા
હાલમાં, હળદર અને આદુનો પાક પાકવાની અવસ્થામાં છે. તેમની જગ્યાએ કાકડી, કારેલા, ધાણા, ટામેટા, મગ અને ઔષધીય પાકો વાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.