Top Stories
khissu

LIC ની આ પોલિસીમાં માત્ર 4 વર્ષના પ્રીમિયમમાં બની જશો કરોડપતિ, જાણો કેટલું કરવું પડશે રોકાણ

LIC ની ગણતરી ભારતીયોમાં સૌથી વિશ્વસનીય બ્રાન્ડ્સમાં થાય છે. કંપની દરેક વય, આવક જૂથ માટે અલગ-અલગ પોલિસી ઓફર કરે છે. LIC ની જીવન શિરોમણિ પોલિસી આવી જ એક ખાસ પોલિસી છે, જે તમને માત્ર ચાર વર્ષના પ્રીમિયમ સાથે કરોડપતિ બનાવી શકે છે. જો કે, આ માટે તમારે વધારે પ્રીમિયમ ચૂકવવું પડશે. ચાલો જાણીએ આ પોલિસીની વિશેષતા.

LIC જીવન શિરોમણિ પોલિસી એ બિન-લિંક્ડ, વ્યક્તિગત, જીવન વીમા બચત યોજના છે. આ મની બેક પ્લાન છે જેમાં લઘુત્તમ બેઝિક સમ એશ્યોર્ડ રૂ. 1 કરોડ છે. આમાં પ્રીમિયમ મર્યાદિત સમય માટે ભરવાનું રહેશે. આ પોલિસી ખાસ કરીને ઉચ્ચ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ એટલે કે ધનિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

આ પણ વાંચો: HDFC કંપનીએ હોમ લોનના વ્યાજદરમાં કર્યો વધારો, હવે હોમ લોન લેવી થશે મોંઘી

આ યોજના હેઠળ, બેઝિક એશ્યોર્ડ પાંચ વર્ષ માટે પ્રતિ હજાર રૂપિયા 50 અને છઠ્ઠા વર્ષથી પ્રીમિયમ ચુકવણીની મુદત સુધી 55 રૂપિયા પ્રતિ હજાર હશે. આ સિવાય લોયલ્ટી એડિશનના રૂપમાં પોલિસી સાથે નફો પણ જોડવામાં આવશે.

માત્ર ચાર વર્ષ રોકાણ કરવાનું રહેશે
જીવન શિરોમણી પોલિસીમાં બેઝિક સમ એશ્યોર્ડ રૂ 1 કરોડ છે અને પોલિસીધારકે માત્ર ચાર વર્ષ માટે રોકાણ કરવાનું છે. ત્યાર બાદ રિટર્ન શરૂ થશે. પૉલિસીધારકોએ તેનો લાભ મેળવવા માટે દર મહિને આશરે રૂ. 94,000 જમા કરાવવાના હોય છે.

આ 4 વિકલ્પો તમારા માટે છે
તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં તમે 14, 16, 18 અને 20 વર્ષ માટે રોકાણ કરી શકો છો.
--- 14 વર્ષની પોલિસીમાં, 30%-30%, વીમાની રકમ 10મા અને 12મા વર્ષમાં ઉપલબ્ધ છે.
--- 16 વર્ષની પૉલિસીમાં 12મી અને 14મા વર્ષની પૉલિસીમાં 30%-35% સમ એશ્યોર્ડ ઉપલબ્ધ છે.
--- 18 વર્ષની પૉલિસીમાં 14મા અને 16મા વર્ષમાં 40% -45% સમ એશ્યોર્ડ ઉપલબ્ધ છે.
--- 20 વર્ષની પોલિસીમાં 16મા અને 18મા વર્ષે 45%-45% સમ એશ્યોર્ડ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: માસિક આવક યોજના કોની છે બેસ્ટ? SBI કે પોસ્ટ ઓફિસ? જાણો તફાવત

ક્યારે મેળવી શકાય લોન 
LIC આ પ્લાન સાથે લોનની સુવિધા પણ આપી રહી છે. જો કે, તમારે અમુક શરતોને આધીન ઓછામાં ઓછા એક વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવું પડશે અને ઓછામાં ઓછું એક પોલિસી વર્ષ પૂર્ણ થયા પછી જ લોન આપવામાં આવશે.

પાત્રતા શું છે
પોલિસી લેવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે. 14 વર્ષની પોલિસી માટે મહત્તમ વય મર્યાદા 55 વર્ષ છે. 16 વર્ષની પોલિસી માટે વય મર્યાદા 51 વર્ષ, 18 વર્ષની પોલિસી માટે 48 વર્ષ અને 20 વર્ષની પોલિસી માટે 45 વર્ષ નક્કી કરવામાં આવી છે.