આજીવન કેદ :
મિત્રો ઘણા બધા લોકો આજીવન કેદ એટલે ૧૪ વર્ષ અથવા ૨૦ વર્ષ ની સજા માને છે તો આજે જ જાણો શું છે કાયદો ?
IPC ની કલમ ૫૩ માં આજીવન કેદ ની સજા આપેલી છે. આજીવન કેદ એટલે જીવે ત્યાં સુધી ની સજા.
તો પછી ૧૪ વર્ષ શું છે ?
કલમ ૫૫ મુજબ આજીવન કેદ ને ઘટાડી શકાય છે. યોગ્ય સરકાર દ્વારા આજીવન કેદ ઘટાડી શકાય. યોગ્ય સરકાર એટલે કેદ જો રાજ્યમાં હોય તો રાજ્ય સરકાર ઘટાડી શકે અને જો કેન્દ્ર માં હોય તો કેન્દ્ર સરકાર ઘટાડી શકે.
યોગ્ય સરકાર કોઈ કેદી ની આજીવન કેદ ઘટાડી શકે છે પરંતુ ૧૪ વર્ષ તો સજા ભોગવવી જ પડે છે. ૧૪ વર્ષથી નીચે સજા ઘટાડી શકે નહિ.
હવે આપણે સમજીએ ૨૦ વર્ષ શું છે ?
અમુક કિસ્સામાં કેદી ને સજા સાથે દંડ પણ ભરવો પડતો હોય છે. જો કેદી દંડ ભરી ના શકે તો તેને મળેલ સજા ના ચોથા ભાગની વધારાની સજા મળે છે. (એટલે કે જો ૪ વર્ષની સજા મળે તો તેનો ૪ થો ભાગ એટલે ૧ વર્ષ થાય. આમ તેને ૧ વર્ષની વધુ એટલે ૪+૧ = ૫ વર્ષની સજા ભોગવવી પડે છે.
હવે જો કેદીને આજીવન કેદ ની સજા સાથે દંડ થાય છે અને કેદી દંડ નથી ભર્યો તો તેની વધારાની સજા ગણી એ તો કેદીને મળેલ સજા તો આજીવન કેદ છે એટલે કેદી કેટલાં વર્ષ જીવશે તે કોઈ નથી જાણતું તો તેનો ૪ થો ભાગ કેવી રીતે કરી શકાય.
તેથી કલમ નં ૫૭ મુજબ જ્યારે કોઈ સજાની ગણતરી કરવાની થાય ત્યારે દરેક કેદીના આજીવન કાળ ને ૨૦ વર્ષનો ગણવો.
તેથી હવે ૨૦ વર્ષનો ચોથો ભાગ એટલે ૫ વર્ષ થાય. આમ કેદીને ૫ વર્ષ વધુ સજા મળશે.
તો મિત્રો આપણા દેશમાં લાગુ થતાં કાયદા વિશે જાણો અને સતર્ક રહો અને હા મિત્રો જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ જરૂર થી કરી દેજો.