ઘણી બેંકો હાલમાં ફિક્સ ડિપોઝિટ પર સારું વ્યાજ આપી રહી છે. FD પર વ્યાજમાં કેટલાક સમયથી વધારો કરવામાં આવ્યો છે, કારણ કે RBIએ રેપો રેટમાં ઘણી વખત વધારો કર્યો છે.
અહીં કેટલીક મોટી બેંકો છે જે ફિક્સ્ડ ડિપોઝિટ પર 8% સુધી વ્યાજ ઓફર કરે છે. ચાલો જાણીએ કે કઈ બેંકો વરિષ્ઠ નાગરિકોને FD પર વ્યાજ ચૂકવે છે.
આ પણ વાંચો: તમને મળશે પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમનો લાભ, તરત જ અરજી કરો
SBIની સ્પેશિયલ FD હેઠળ 5 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે. તે 31 માર્ચ સુધી ઉપલબ્ધ છે અને તેમાં રૂ. 2 કરોડથી ઓછા રોકાણ કરી શકાય છે.
ICICI બેંક વરિષ્ઠ નાગરિકોને ગોલ્ડન યર FD હેઠળ પાંચ વર્ષથી 10 વર્ષની મુદત પર 7.50 ટકા વ્યાજ આપી રહી છે. આ ખાસ FD 7મી એપ્રિલ સુધી ઉપલબ્ધ છે.
HDFC બેંક પાંચ વર્ષ અને 10 વર્ષની મુદત માટે વિશેષ FD પર મહત્તમ 7.75 ટકા વ્યાજ ઓફર કરે છે. આ FD 31 માર્ચ સુધી ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: મ્યુચ્યુઅલ ફંડ્સ અને ફિક્સ્ડ ડિપોઝિટમાંથી શું છે સૌથી શ્રેષ્ઠ? રોકાણ પહેલાં જાણી લો તફાવત
IDBI બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર વરિષ્ઠ નાગરિકો 1 વર્ષથી 2 વર્ષ વચ્ચેના કાર્યકાળ પર 7.50 ટકા વ્યાજ ચૂકવે છે. 444 દિવસની મુદત પર 7.9 ટકા વ્યાજ અને 700 દિવસના કાર્યકાળ પર 8 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ FD 31 માર્ચ, 2023 સુધી જ ઉપલબ્ધ છે.
Copyright © 2024 Khissu. All Rights Reserved