khissu

લવ vs જેહાદ: ગુજરાતમાં લવ જેહાદનો કાયદો અમલમાં, જાણો લવ જેહાદના કાયદાની જોગવાઈ અને સજા

મુસ્લિમ યુવક અથવા વિધર્મી દ્વારા હિન્દુ યુવતીઓને લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ રોકવા વિધાનસભામાં લવ જેહાદના કાયદાનો અમલ 15 જુનથી શરુ થયો છે. આપણે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં યુવતીઓને લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોય તેના લીધે ગુજરાતમાં 15 તારીખે લવ જેહાદ નો કાયદો અમલમાં મુકવામાં આવ્યો હતો.

લવ જેહાદ એટલે શું?
લવ જેહાદ બે શબ્દોથી બનેલો છે. અંગ્રેજી ભાષાનો શબ્દ લવનો અર્થ પ્રેમ અને જેહાદ અરબી ભાષાના શબ્દ છે, જેનો અર્થ થાય છે કે કોઈ હેતુને પૂર્ણ કરવા માટે તમારી બધી તાકાત લગાડવી. એટલે કે, જ્યારે કોઈ ચોક્કસ ધર્મમાં માનતા લોકો અન્ય ધર્મની છોકરીઓને તેમના પ્રેમની જાળમાં ફસાવે છે અને તે છોકરીને ધર્મનિર્વાહિત કરે છે, તો આ આખી પ્રક્રિયાને લવ જેહાદ કહેવામાં આવે છે. 2009 માં લવ જેહાદ શબ્દ ખૂબ ફેમસ થયો હતો. કેરળ અને કર્ણાટકથી આ શબ્દ રાષ્ટ્રિય સ્તરે પહોંચ્યો હતો. જે પછી UK અને PAKISTAN સુધી પહોંચી ગયો છે.

લવ જેહાદની સજા શું છે?
ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂપિયા 2 લાખ સુધીના દંડની જોગવાઈ કરી છે. જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને 3 લાખ રૂપિયા દંડની જોગવાઈ કરી છે. અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરવામાં આવી છે. લવ જેહાદ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ વિધેયકને પણ મંજુરી અપાઈ છે. 

લવ જેહાદના કિસ્સામાં કલમ 3ક દાખલ કરવામાં આવી છે. જેને લઇને વ્યક્તિ વિરુદ્ધ નારાજ થયેલી કોઈપણ વ્યક્તિ તેના માતા પિતા, ભાઈ બહેન અથવા લોહીના સગપણ ધરાવતી કોઈ અન્ય વ્યક્તિ હકૂમત ધરાવતા પોલીસ મથકમાં પ્રથમ માહિતીનો અહેવાલ આપતા FIR દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

લવ જેહાદના ગુનામાં મદદ કરશો તો પણ કાયદેસરની કાર્યવાહી થશે:- લવ જેહાદનાં કિસ્સામાં કેટલાક લોકો ગુનો કરવામાં મદદ કરતા હોય છે તો તે વ્યક્તિ સામે પણ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક કિસ્સામાં બિન જામીનપાત્ર ગુનો પણ બનશે, જેની તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. કલમ 4માં જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિનાં લગ્ન કરાવીને અથવા કોઈ વ્યક્તિને લગ્ન કરવામાં મદદ કરીને ધર્મ પરિવર્તન એકમાત્ર હેતુના સબંધમાં શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.