Top Stories
khissu

LPG ગેસ સિલિન્ડરની કિંમત વધી, જાણો હવે તમારે આજથી કેટલા રૂપિયા ચૂકવવા પડશે ?

તેલ વિતરણ કંપનીઓ દ્વારા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1,773 રૂપિયાથી વધીને 1,780 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત અગાઉ 1875.50 રૂપિયાથી વધીને 1882.50 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત અગાઉ 1725 રૂપિયાથી વધીને 1732 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1937 રૂપિયાથી વધીને 1944 રૂપિયા થઈ ગઈ છે.

અગાઉ જૂનમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં જૂનમાં 83 રૂપિયા અને મે મહિનામાં 172 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં એલપીજી ગેસના ભાવ યથાવત છે.

ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1103 રૂપિયા, કોલકાતામાં 1129 રૂપિયા, મુંબઈમાં 1102.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1118.50 રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે, દેશમાં ઘરેલુ એલપીજી ગેસના ભાવમાં છેલ્લો ફેરફાર એક વર્ષ પહેલા થયો હતો. તે દરમિયાન 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.