ગરબા એટલે ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતનું ગૌરવ...વિશ્વભરમાં ગરબાએ પોતાનું અનોખું સ્થાન બનાવ્યું છે. ખેલૈયાઓ આખું વર્ષ આ નવલા નોરતાની રાહ જુએ છે. પરંતુ આ વખતે ગરબા રસીકો માટે થોડા માઠા સમાચાર છે. મેઘરાજા નવરાત્રીના આનંદમાં ભંગ પાડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રી દરમિયાન વરસાદી ઝાપટાં પડશે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં હળવું દબાણ ઉભું થશે, જેના કારણે પહેલા નોરતાથી દશેરા સુધી વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતમાં 2થી 4 ઇંચ, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ઝાપટાં પડવાની શક્યતા છે. 30 સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લેશે, પરંતુ નવરાત્રીના શરૂઆતી દિવસોમાં ખેલૈયાઓએ વરસાદની સાથે ગરબે રમવાની તૈયારી કરવી પડશે....તો શું, આ વખતે વેટ ગરબાનો આનંદ માણવો પડશે?
બંગાળની ખાડીમાં હળવું દબાણ ઉભું થશે પહેલા નોરતાથી દશેરા સુધી વરસાદી માહોલ રહેશે ઉત્તર ગુજરાતમાં 2થી 4 ઇંચ વરસાદની આગાહી હીસાગર ભારે વરસાદની આગાહી પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઝાપટાંની શક્યતા 30 સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લેશે.
હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. તો અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 40થી 50 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેના કારણે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે
હવામાન વિભાગે 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધીની આગાહી કરી છે. હવામાન વિભાગે છોટાઉદેપુર, સુરત, નર્મદા, ડાંગ, નવસારી, તાપીમાં છુટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય 27થી 31 ઓગસ્ટ સુધી થન્ડર સ્ટ્રોમની વોર્નિંગ પણ આપવામાં આવી