ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે, આ જિલ્લામાં સૌથી વધુ કહેર વર્તાવશે

ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે, આ જિલ્લામાં સૌથી વધુ કહેર વર્તાવશે

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે 29 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 'મોન્સૂન ટ્રફ' અને 'સાયક્લોનિક સર્ક્યુલેશન'ના કારણે આવતીકાલથી વરસાદનું જોર વધશે.

24 ઓગસ્ટના રોજ પણ જૂનાગઢ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં 'ઓરેન્જ એલર્ટ' રહેશે. અમદાવાદમાં પણ 25 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 28 ઓગસ્ટ સુધી ગુજરાતના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાત: આ વિસ્તારોના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે ખેતી અને જનજીવન પર અસર પડી શકે છે. સૌરાષ્ટ્ર: સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પર્યુષણ અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો દરમિયાન પણ વરસાદ પડી શકે છે, જેના કારણે તહેવારોની ઉજવણી પર અસર થઈ શકે છે. જોકે, તેમણે નવરાત્રી દરમિયાન ભારે ગરમી પડવાની શક્યતા પણ દર્શાવી છે, જે વરસાદી સિઝન પછીના વાતાવરણમાં ફેરફાર સૂચવે છે.