હવામાન વિભાગ બદલ્યું: 24 કલાકમાં ભારે વરસાદની આગાહી: 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગ બદલ્યું: 24 કલાકમાં ભારે વરસાદની આગાહી: 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

આગામી 24 કલાકમાં હવામાન વિભાગે ગુજરાતમાં 13 જીલ્લામાં ખૂબ જ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આ જિલ્લાના વિસ્તારોમાં વરસાદનું અત્યંત ભારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે લો-પ્રેશર ગુજરાત ઉપરથી પસાર થતા અહીંયા પડશે અતિ ભારે વરસાદ

જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ જીલ્લામાં હળવાથી ભારે વરસાદની છૂટા છવાયા વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે. જેને લઇને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આમ, આવનાર 24 કલાકમાં સમગ્ર રાજ્યમા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 13 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. 

આગામી 24 કલાક આ 12 જિલ્લાઓ માટે ખતરનાક, જાણો હવામાન વિભાગે શું આગાહી કરી ?

આ પણ વાંચો: આજે આટલા જીલ્લામાં મેઘ તાંડવ, લો-પ્રેશર ગુજરાત નજીક, હવામાન આગાહી જાણી લો