khissu

છેલ્લું અઠવાડિયું વરસાદથી ટનાટન; આદ્રા નક્ષત્રમાંમાં વરસાદ સંજોગ? આગાહી? વાહન? વાવાઝોડું-પવન?

આવતી કાલથી વરસાદના આદ્રા નક્ષત્રનો પ્રારંભ થશે. એવું કહેવાય છે કે ''જો વરસે આદ્રા (નક્ષત્ર) તો બારેમાસ પાધરા'' આપણા પ્રદેશમાં આદ્રા નક્ષત્રથી હસ્ત નક્ષત્ર સુધીના નક્ષત્રો વરસાદી નક્ષત્ર ગણાય છે. આદ્રાનો અર્થ થાય છે ભેજ, જુન મહિનાના ત્રીજા સપ્તાહમાં આદ્રા નક્ષત્રનો ઉદય થાય છે. ત્યારે પ્રચંડ ગરમી થવાના કારણે પરેશાન લોકોને રાહત થવાની સંભાવના હોય છે. અને વરસાદ પડવાની સારી સંભાવના હોય છે. 

આર્દ્રા નક્ષત્ર વરસાદનું મુખ્ય નક્ષત્ર છે. 
આ નક્ષત્ર દરમિયાન જો વરસાદ વરસે તો વરસાદનાં શરૂઆતના આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય અને આશ્ર્લેષા આ ચાર નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના હોય છે. આવી જ રીતે જો મઘા નક્ષત્રમાં વરસાદ રહે તો પછીના નક્ષત્રો પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત નક્ષત્ર, ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદની સારી શક્યતા હોય છે.

નક્ષત્ર મુજબ ક્યાં-ક્યાં સારા વાહન ગણાઈ? 
જયોતિષશાસ્ત્રકારોએ સારા વરસાદ માટે નક્ષત્રના જે વાહનો શ્રેષ્ઠ ગણ્યા છે, તેમાં હાથી, દેડકો, ઘેટું, ઉંદર અને અશ્વનો સમાવેશ થાય છે. જે તે નક્ષત્રના પાંચે વાહન વરસાદ લાવનારા છે. જ્યારે આદ્રા નક્ષત્રનું વાહન ઘેટું છે અને ઘેટું વાહન સારો વરસાદ લાવવા માટે મૂલ્યવાન ગણવામાં આવે છે. 

આગાહીકારો અને કૃષિપ્રધાન દેશની રાહ 
ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ખેતીનો આધાર સારા વરસાદ પર હોવાથી જગતનો તાત કૃષિકાર હોળીના દિવસથી આવનારા વરસાદની આગાહી કરવા મંડે છે. કૃષિકારો સૂર્યના આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ માટે લાંબા સમયથી રાહ જોતા હોય છે .

આપણા ગુજરાતમાં વરસાદ જોવાની અનેક રીતો છે. પ્રાચીન સમયથી હોળીની ઝાળ, અખાત્રીજનો પવન, ચૈત્રી દનૈયા, ભડલીના વર્તારા, ઈંડાળી કીડીઓ, ચૈત્ર સુદ બીજનો ચંદ્ર, નક્ષત્રો અને તેના વાહનો, ટીટોડીના ઈંડા, જળ, વાયુ, ઘાસ, સ્તંભ, ગોચરમાં ગ્રહોના ભ્રમણ વગેરેના આધારે વરસાદની આગાહી કરાય છે . આ બધી પધ્ધતીઓમાં નક્ષત્રો અને તેના વાહનોના આધારે વરસાદની આગાહી કરવાની રીત સૌથી પ્રાચીન છે.

Cola wether વેબસાઇટનાં ડેટા મુજબ ગુજરાતમાં 24-6 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે. જોકે 24 તારીખ પછી એક સામાન્ય નાની UAC બની શકે છે અને વાતાવરણમાં અસ્થિરતા થવાના કારણે સારા વરસાદની સંભાવના છે. જોકે 30 તારીખ સુધીમાં ઘણા જિલ્લાઓમાં વાવણી થઈ જાય તેવા સંજોગો બની રહ્યા છે.

વાવાઝોડું આવશે? જોકે આવનાર 10 દિવસ સુધી કોઈ વાવાઝોડા ની શક્યતા નથી. હા, દરિયાઈ વિસ્તારમાં થોડાં પવન સાથે વરસાદ આવી શકે છે પણ વાવાઝોડું નહીં આવે.