હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ટીંટોડીએ ઈંડા ક્યાં મુક્યા તેના પરથી આપણે તારણ લગાવતા હોઇએ છીએ. ટીટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો મહત્વનું છે. જો ટીટોડી ચાર ઈંડા મૂકે તો તેના પરથી તેવું નક્કી થાય છે કે, વરસાદ ચારેય માસ સારો થશે. જો એક ઈંડુ મૂકે તો અષાઢમાં વરસાદ બે ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદ ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ અને ચાર ઈંડા મૂકે તો ચારેય મહિના વરસાદ આવશે તેવી માન્યતા છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે, ટીંટોડી અષાઢ મહિનામાં જ ઈંડા મૂકે તેમજ ચાર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય છે. ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય છે. ટીટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે. ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે. સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, પક્ષીઓને દુકાળ પડવાનો હોય તે ખબર પડી જતી હોય છે. ટીંટોડી ઈંડા ઓછા મૂકે છે કારણ કે, તે સંવેદનશીલ પક્ષી છે અને તેમને ખ્યાલ આવી જતો હોય છે. પક્ષીઓની ચેષ્ટા, અવાજ, માળા બાંધવાની ક્રિયા પણ ખૂબ જ મહત્વની રહેતી હોય છે.
જો ચકલીઓ પણ ઘરમાં માળો બનાવે તો વરસાદ સારો થાય છે. ચકલી ધૂળમાં ન્હાય તો પણ સારો વરસાદ થાય છે અને ચોમાસામાં મોર બોલે તો પણ વરસાદ સારો થાય છે. એટલે પક્ષીઓની ચેષ્ટા પર તેમના અવાજ પરથી ચોમાસુ કેવું રહેશે તેનું પણ તારણ કાઢી શકાય.
શું છે ત્રણ દિવસ આગાહી ?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને આઈએમડીની આગાહી તદ્દન સાચી પડી છે. પરમ દિવસે કરવામાં આવેલ આગાહી મુજબ ગુજરાતમાં કુદરતનો પ્રકોપ જોવા મળશે તેવું જણાવવામાં આવ્યું હતું. જો કે હવે જોવા મળી રહ્યો છે. ભરે ઉનાળા ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહી છે. ગત રોજ અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ અને બનાસકાંઠામાં કમોસમી વરસાદ આવ્યો હતું, બીજી બાજુ આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રમાં કુદરતનો પ્રકોપ જોવા મળશે.