ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. જોકે, ચોમાસું બેસી ગયા બાદ પરિબળો સાનુકૂળ ન હોવાના કારણે ચોમાસાની ધરીને બ્રેક લાગી ગઈ હતી પરંતુ ફરી એક વખત અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ હોવાના કારણે આગામી 24 કલાકમાં ચોમાસાની ગતિને વેગ મળશે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે. 17થી 19 જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે. 17થી 22 જૂનમાં આજ ભારે આંચાકાનો પવન ફૂંકાશે દક્ષિણ ગોળાર્ધમાંથી પૂર્વ આફ્રિકાથી અરબ સાગર પરથી તેજ પવન ફૂંકાશે અને આગામી 24 કલાકમાં તેજ પવન ફૂંકાશે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, 20 જૂનમાં અરબ સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર બાદ ડીપ ડિપ્રેશન બનશે બંગાળના ઉપસાગમાં પણ ડીપ ડિપ્રેશન બનશે. જેનો ભેજ મધ્ય પ્રદેશ સુધી પહોંચશે અને અરબ સમુદ્રનો ભેજ પણ પહોંચશે દેશના પશ્ચિમ કિનારા પર ભારે વરસાદી સિસ્ટમ બનશે. મુંબઈ મહારાષ્ટ્ર ભારે વરસાદ થશે 28 જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગના ભાગમાં સારો વરસાદ થવાની શકયતા રહેશે. કોઈ કોઈ ભાગોમાં તો અતિભારે વરસાદ થવાની શકયતા રહેશે.
આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલે જણાવ્યુ કે, 20થી 28 જૂનના ગુજરાતમાં સારો વરસાદ થશે. 20થી 28 જૂનમાં વાવણી લાયક વરસાદ થશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થશે અમુક વિસ્તારમાં અતિભારે વરસાદ થશે.
હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ કે, હવે અલનીનોની અસર નહિ રહે અને દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં સાનુકૂળતા વધશે. હિન્દ મહાસાગર પણ સ્થિતિ સાનુકૂળ બનશે. લા નિનોની અસર થશે ત્યારે વેપાર વાયુનું જોર વધશે.