જ્યારે ભગવાન મહેરબાન થાય ત્યારે કોઈની હિંમત નથી કે કોઈનું કોઈ કામ અટકી પડે. એનો જીવતો દાખલો હાલમાં જ ગુજરાતમાં જોવા મળ્યો હતો. કચ્છના રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામના આધેડ અભણ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષ પછી વૈજ્ઞાનિક ટેક્નોલોજીથી એક 70 વર્ષના દાદીએ બાળકને જન્મ આપ્યો હતો.
કચ્છના ભુજની એક ગાયનેક હોસ્પિટલના ડો. નરેશ ભાનુશાલીએ જીવુંબેન રબારી અને 75 વર્ષના પતિ વાલભાઈ રબારીના લગ્નને 45 વર્ષથી વધુ સમય વીતી જવા છતાં શેર માટીની ખોટ પુરી કરી હતી, હવે સમાજમાં અને પરિવારમાં પણ લોકોની ખુશીનો કોઈ પાર નથી.
વિગતે વાત કરીએ તો આ કેસમાં દંપતીએ ભુજની એક ખાનગી હોસ્પિટલના ગાયનેક ડો. નરેશ ભાનુશાલીનો સંપર્ક કર્યો હતો. મોટી ઉંમર થઈ જતા આ દંપતીને હવે બાળક રહેવું શક્ય ના હોવાનું તબીબે સલાહ આપી હતી, પણ આ અભણ દંપતી હિંમત હાર્યા વગર ડોક્ટર અને ભગવાન ઉપર પૂરો ભરોસો રાખી વૈજ્ઞાનિક ટેકનોલોજી એવા ટેસ્ટ ટ્યુબ દ્વારા કોરાનાની મહામારી વચ્ચે જીવુંબેન રબારીએ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી અને આખરે એ સફળ થતાં જીવુંબેન રબારીએ પુત્રને જન્મ આપતા દંપતીના પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી.
જો કે જેવા જેવી એ હતી કે 45 વર્ષના લગ્ન જીવનમાં ટેસ્ટ ટ્યુબની ટેકનોલોજીથી પહેલા જ પ્રયત્ને બાળક રહી ગયું હતું. રાપર તાલુકાના મોમાંય મોરા ગામની નજીક મોરા ગામમાં રબારી સમાજમાં આ સમાચાર સાંભળી કુદરત અને વૈજ્ઞાનિક ટેકનોલોજી ઉપર વિશ્વાસનો પાર રહ્યો નહોતો. 75 વર્ષના માલધારી વાલા ભાઈ રબારી પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડોક્ટરનો આભાર માન્યો હતો. તો પુત્રની માતા જીવુંબેન રબારીના ચહેરા ઉપર આ ઉંમરે ભગવાને શેર માટીની ખોટ પુરી કરતા પોતાના બાળકનું નામ પણ “લાલો” રાખવામાં આવ્યું છે.
આવી માહિતી અમે Khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે Khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા What's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.