khissu

ભડલી વાક્યો અને ૧૩ નક્ષત્રો મુજબ કેવું રેહશે ૨૦૨૩નું ચોમાસું? વાવણી ક્યારે? કયું નક્ષત્ર સારું? Nakshtro 2023 To Monsoon

નમસ્કાર ગુજરાત, ભારતીય હિન્દુ કેલેન્ડર (hindu calender 2023) પ્રમાણે દર વર્ષે વરસાદના નક્ષત્રો ઉપરથી વરસાદનું અનુમાન લગાવવામાં આવતું હોય છે કે કયા નક્ષત્રમાં કેટલો અને કેવો વરસાદ જોવા મળશે. જેમાં આજે આપણે વરસાદના રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્પા,આશ્લેષા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત અને સ્વાતિ નક્ષત્ર વિશે વીગતવાર જાણીશું. વરસાદના નક્ષત્રો શરુ થાય તે પેહલા ભરણી, કૃતિકા, નક્ષત્ર ઉપરથી પણ ચોમાસાનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. જોકે આ નક્ષત્રોમાં કોઈ  ખાસ અગાહીઓ નથી હોતી.

1) રોહિણી નક્ષત્રની માહિતી અને વરસાદ આગાહી (rohini nakshtra 2023)
વર્ષ ૨૦૨૩માં રોહિણી નક્ષત્રની શરૂઆત ૨૪/૦૫/૨૦૨૩થી શરૂ થશે. આ નક્ષત્ર૦૮/06/૨૦૨૩ સુધી ચાલશે. રોહિણી નક્ષત્રમાં વાદળો બંધાવાની શરૂઆત થતી હોય છે. વાદળો બંધાવાની સાથે પવનનું જોર વધારે રહેતું હોય છે. હવામાન વિભાગનાં કહ્યા મુજબ વાવણી પેહલાના વરસાદને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે. એટલે પ્રિ-મોન્સૂન (pri-monsoon activity 2023) એક્ટિવિટી આ નક્ષત્રમાં જોવા મળે છે.

૨૦૨૩માં તારીખ 3,4,૫,૬,૭ જુનના રોજ વરસાદ પડવાની સંભાવના રજનીકાંતભાઈ લાડાણીએ જણાવી છે. રજનીકાંત ભાઈ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય છે. જ્યારે અંબાલાલ પટેલે પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રોહિણી નક્ષત્રમાં ચાર પાયા હોય છે. રોહિણી નક્ષત્ર ઉપરથી નક્કી થાય છે કે ચોમાસું (monsoon 2023) મોડું બેસવાનું છે કે વાયરુ ફૂંકાશે. પ્રથમ ચરણમાં વરસાદ થાય છે. જો બીજા ચરણમાં વરસાદ થાય તો ૭૨ દિવસનું વાયરુ વાય એમાંથી વાયરાના દિવસો ઓછા થાય છે. રોહિણી નક્ષત્ર ઉતરતા એટલે કે ૧-૪ જૂનમાં વરસાદ આવે તો ચોમાસું બરાબર આવે છે.

રોહિણી નક્ષત્રનાભ વરસાદને લઈને વધુમાં જણાવતા તેમને કહ્યું હતું કે બધા જ દિવસો ગાજવીજ સાથે વરસાદ પડે તો વર્ષ દોષ રહેતો હોય છે અને નક્ષત્રની શરૂઆતના દિવસોમાં છાંટા પડે તો ચોમાસાના સારા સંકેતો ગણવામાં આવે છે અને જો રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસાની સાયકલ બરાબર હાલે છે.

૨) મૃગશીર્ષ નક્ષત્રની માહિતી અને વરસાદ આગાહી (mrugshirsh nakshtra 2023) 
ગુજરાતમાં સૂર્યનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ ગુરુવાર,૦૮/0૬/૨૦૨૩ના રોજ થશે. ૨૧/0૬/૨૦૨૩સુધી મૃગશીર્ષ નક્ષત્ર રહેશે. મૃગશીર્ષ નક્ષત્રનું વાહન ગધેડો છે. મૃગશીર્ષ નક્ષત્રમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધારે રહે છે.

મૃગશીર્ષ નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે મગશરા વાય તો આદ્રામેં આયા, એટલે કે મગસરા નક્ષત્રમાં વરસાદ પડે, ગરમી બફારો થાય, તો તે પછીના આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ આવે. દક્ષિણ ગુજરાત સહિત દક્ષિણ સૌરાષ્ટ્રના અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદની સંભાવના રહેતી હોય છે. 

૩) આદ્રા નક્ષત્રની મોટી માહિતી અને વરસાદ આગાહી (aadra nakshtra 2023) 
સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ તારીખ ૨૨/૦૬/૨૦૨૩ના રોજ થશે. આદ્રા નક્ષત્ર ગુરૂવારને સાંજે ૦૫ વાગીને ૪૯ મિનિટે બેસશે. ૦૫/૦૭/૨૦૨૩ સુધી આદ્રા નક્ષત્ર ચાલુ રેહશે. આદ્રા નક્ષત્રનું વાહન ધેટું છે. સામાન્ય રીતે ગુજરાતમાં સારા ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી થતી હોય છે. 

આદ્રા નક્ષત્ર બેસવાની સાથે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતો હોય છે. આદ્રા નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે વર્ષે આદ્રા તો કરે બારેમાસ પાધરા. એટલે આ નક્ષત્રમાં વરસાદ પડે તો ચોમાસાની સારી શરૂઆત થાય અને વર્ષ સારું રહે.

આદ્રા નક્ષત્રમાં સામાન્ય, મધ્યમ અને વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે. મગશરા વાય તો આદ્રામેં આયા, વર્ષે આદ્રા તો બારેમાસ કરે પાધરા.

3) પુનર્વસુ નક્ષત્રમાં શું છે વરસાદ આગાહી (punvarshu nakshtra 202) 
ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ અને આર્દ્રા પછી પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થતી હોઈ છે. સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ ૦૬/૦૭/૨૦૨૩ રોજ થશે. પુનર્વસુ નક્ષત્ર ૧૯/૦૭/૨૦૨૩ સુધી ચાલશે.આ પુનર્વસુ નક્ષત્રનું વાહન ઘોડાનું છે. સૂર્યનારાયણ ભગવાન પુનર્વસુ નક્ષત્રમાં ગુરૂવારને સાંજે ૦૫ વાગીને ૧૭ મિનિટને પ્રવેશ કરશે. 

"પુનર્વસુ ને પુષ્પ, બેય ભાયલા, વરસા તો વરસા, વાયલા તો વાયલા" એવું કહેવાઈ છે કે પુનર્વસુ એટલે "પખ" જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમના પછીના નક્ષત્રમાં અચૂક વરસાદ પડતો જ હોઈ છે. આ નક્ષત્રમાં વાદળછાયુ વાતાવરણ રહે થોડો-થોડો વરસાદ થઇ શકે. સાથે વરસાદી માહોલ યથાવત રહે છે. મધ્યમ વરસાદ પડતો હોય છે. 

4) પુષ્ય નક્ષત્ર વિષે માહિતી અને વરસાદ આગાહી (pushp nakshtra 2023)
સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ ૨૦/૦૭/૨૦૨૩ના રોજ થશે. આ નક્ષત્રનું વાહન દેડકો છે. સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં શુભ પ્રવેશ ગુરૂવારને સાંજે ૦૪ વાગીને ૫૭ મિનિટે થશે. આ નક્ષત્ર ૧૬/૦૮/૨૦૨૩ સુધી ચાલશે. પુષ્પ અને પુનર્વસુ નક્ષત્ર એકબીજા પર આભારી રેહતા હોઈ છે.

પુષ્ય નક્ષત્ર એટલે “વખ” અને વખમાં વરસતો વરસાદ ઊભા પાકો માટે સારો ગણાય છે. જો પુનર્વસુ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પુષ્ય નક્ષત્રમાં પણ ભારે વરસાદ વરસતો હોય છે. સારા વરસાદની આગાહી.

૫) આશ્લેષા નક્ષત્ર વિશેની માહિતી અને વરસાદ આગાહી (aashlesha nakshtra 2023) 
ગુજરાતમાં સૂર્યનો આશ્લેષા નક્ષત્રનો શુભ મંગલ પ્રવેશ ૦૩/૦૮/૨૦૨૩ના રોજ થશે. આ નક્ષત્ર ૧૬/૦૮/૨૦૨૩ સુધી ચાલશે. આ નક્ષત્રનું વાહન ભેંસનું છે. સૂર્યનારાયણ ભગવાન આશ્લેષા નક્ષત્રમાં ગુરૂવારને બપોરે ૩ વાગીને ૫૩ મિનિટે પ્રવેશ કરશે. 

"આશ્લેષા ચગી તો ચગી અને ફગી તો ફગી" આ કહેવત મુજબ આશ્લેષા નક્ષત્રમાં સારો વરસાદ વરસે તો વરસી જતો હોય છે. અને આશ્લેષા નક્ષત્રમાં વરસાદ ન પડે તો નાં પણ પડતો હોય છે. જો સારો વરસાદ પડે તો ઘણી જગ્યાએ એકદમ સારો વરસાદ થાય, બાકી આશ્લેષા નક્ષત્ર એટલે કે ઝેરી નક્ષત્ર.જો આ નક્ષત્રમાં વરસાદ પડે તો એકદમ વરસાદ પડે અને નો પડે તો સાવ નો પડે.

૬) વરસાદના મોટા મઘા નક્ષત્રની માહિતી અને વરસાદ આગાહી (magha nakshtra 2023)
સૂર્યનારાયણનો મઘા નક્ષત્રમાં પ્રવેશ તારીખ ૧૭/૦૮/૨૦૨૩ના રોજ થશે. મઘા નક્ષત્ર ૩૦/૦૮/૨૦૨૩ સુધી રેહશે. આ નક્ષત્રનું વાહન ઘોડાનું રેહશે. સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ ગુરૂવારને બપોરે ૦૧ વાગીને ૩૩ મિનિટે થશે. મઘા નક્ષત્રમાં પાણી લાયક મધ્યમ વરસાદ પડે. 

પરંપરા મુજબ મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે “મઘા કે બરસે, માતુ કે પરસે” એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. માંઘનું પાણી ઉત્તમ ગણાઇ છે. મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કહેવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.

૭) પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની માહિતી અને વરસાદ આગાહી (purva falguni nakshtra 2023)
મિત્રો, ફાલ્ગુની નક્ષત્રમાં બે ભાગ હોય છે પૂર્વ ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની. પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને પુરબા નક્ષત્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આપણા વડીલોના કહેવા અનુસાર ચોમાસામાં પૂરબા નક્ષત્રમાં સૌથી વધુ વરસાદ પડે છે. અને આ નક્ષત્રમાં પાણી મીઠું હોય છે. 

1] પુરબા પુરા તો ઓતરા અધૂરા, ૨] વર્ષે પુરબા તો લોકો બેસે જુરવા, આ બે લોક વાયકા પ્રખ્યાત છે.

સૂર્યનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ ૩૧/૦૮/૨૦૨૩ના રોજ થશે. આ નક્ષત્રનું વાહન મોરનું રેહશે. સૂર્યનારાયણ ભગવાનનો પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ ગુરૂવારે સવારે ૦૯ વાગીને ૩૩ મિનિટે થશે. સારો વરસાદ થાય.વરસાદનું જોર વધુ રહે. નદી-નાળા છલકાઈ જાય તેવા પણ યોગ બનતા હોય છે.

8) ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની માહિતી અને વરસાદ સંજોગ (uttra falguni nakshtra 2023)
સૂર્યનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ ૧૩/૦૯/૨૦૨૩ના રોજ બુધવારે થશે. આ નક્ષત્રનું વાહન હાથી છે. આ નક્ષત્ર ૨૬/૦૯/૨૦૨૩ સુધી ચાલશે. સારા વરસાદના સંજોગો હોય છે. ફાલ્ગુની નક્ષત્રનું પાણી પાકો માટે સારું હોતું નથી કેમકે તેમાં પાક બગડી જતા હોય છે. 

૯) હસ્ત નક્ષત્રની માહિતી અને વરસાદ આગાહી (hathi, hast nakshtra 2023)
ગામડાંનાં લોકો હસ્ત નક્ષત્રને હાથી નક્ષત્ર તરીકે ઓળખે છે. હસ્ત નક્ષત્ર બાદ વરસાદનાં બીજા બે નક્ષત્રો બાકી રહશે: ચિત્રા અને સ્વાતિ નક્ષત્ર. સૂર્યનારાયણનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ ૨૭/૦૯/૨૦૨૩ના રોજ બુધવારે થશે. હથી નક્ષત્ર ૧૦/૧૦/૨૦૨૩ સુધી ચાલશે. હાથી નક્ષત્રનું વાહન દેડકાનું છે. હાથી નક્ષત્ર માં છુટો છવાયો વરસાદ પડતો હોય છે. હસ્ત નક્ષત્રમાં સારો વરસાદ પડે તો પાણીના તળ ઊંચા આવે છે. જ્યારે ભારે વરસાદ પાકતા (લણણી) પાકોને વ્યાપક નુકશાન પહોંચાડી શકે છે.

૧૦) ચિત્રા નક્ષત્રની માહિતી અને વરસાદ આગાહી (chitra nakshtra 2023)
ચોમાસાને વિદાય આપતા બે નક્ષત્રો માંથી ચિત્રા નક્ષત્ર. સૂર્યનું પરિભ્રમણ ચિત્રા નક્ષત્રમાં ૧૧/૦૧૦/૨૦૨૩ના રોજ થશે. ચિત્રા નક્ષત્રમાં વાહન ઉંદરનું છે. સૂર્યનું ચિત્રા નક્ષત્રમાં આગમન બુધવારે સવારે 8 વાગ્યે થશે. આ વરસાદનું છેલ્લું નક્ષત્ર ગણાય છે.

નક્ષત્ર દરમિયાન જૂની કહેવત મુજબ 999 નદીનું સર્જન થયું હતું. જો આ વરસાદ પડે તો કેવું ચિત્ર બને તેનો અંદાજો તમે લગાવી શકો છો. આટલા માટે આ નક્ષત્રને ઘેલી ચિત્રા પણ કેહવામાં આવે છે. જોકે ખુબજ ઓછો વરસાદ પડતો હોય છે.

૧૧) સ્વાતિ નક્ષત્રની આગાહી અને વરસાદ સંજોગ (swati nakshtra 2023) 
સ્વાતિ નક્ષત્રને વરસાદ નું છેલ્લું નક્ષત્ર ગણવામાં આવે છે.  ઘણાં લોકો સ્વાતિ ને સૂવાત તરીકે પણ ઓળખે છે. સૂર્યનો સ્વાતિ નક્ષત્રમાં શુભ પ્રવેશ ૨૪//૧૦/૨૦૨૩ અને મંગળવારના રોજ થશે. સ્વાતિ નક્ષત્રમાં વાહન ઘોડાનું છે. સૂર્યનો સ્વાતિ નક્ષત્રમાં બુધવારને સાંજે ૦૬ વાગીને ૨૭ મિનિટે પ્રવેશ થશે. જો કે ચોમાસા વિદાય વખતે આવતા આ સ્વાતિ નક્ષત્રમાં વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી/નહીવત હોય છે. ચોમાસા ની વિદાયમાં ક્યાંક ક્યાંક થોડો વરસાદ થાય.