રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની આઇ ખેડુત પોર્ટલ પર ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) માલ વાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇકવીપમેન્ટ હબ જેવા ઘટકો માટે મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારએ સને 2023-24 માટે આઇ ખેડુત પોર્ટલ 5 જૂન ના રોજ સવારે 10.30 કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.
રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની આઈ ખેડુત પોર્ટલ પર ઘણી બધી યોજના ઓનલાઈન થશે. આ તમામ યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તેવો રાજ્ય સરકારનો આશય છે. સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ ૦૫-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. નીચે મુજબની યોજના ઓનલાઈન થશે.
વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની 110 % મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે.
યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓની પાત્રતા
ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા Ikhedut portal પરથી Online Arji કરવાની હોય છે.
યોજનાનો લાભ લેવા આવશ્યક દસ્તાવેજ
ખેડૂતની જમીનની નકલ 7-12
એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
રેશનકાર્ડની નકલ (Ration Card)
ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
મોબાઈલ નંબર
બેંક ખાતાની પાસબુક
પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. જેની નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જણાવવામાં આવે છે.