રૂપાણી સરકારે જૂની સોલાર પોલીસી માં નવા મહત્વના સુધારા કરીને સુધારેલી સોલાર પોલિસી 2021 જાહેર જનતા માટે રજૂ કરી છે. આ યોજનામાં હવે તમને પહેલા કરતાં વધારે ફાયદો મળશે અને નિયમોમાં પણ ઠીલ આપવામાં આવી છે. જેથી ગ્રીન ઊર્જાને પ્રોત્સાહન મળે.
નવી પોલિસી મુજબ યોજનાનો લાભ કોઈ પણ વ્યક્તિ, કંપની કે સંસ્થા લઈ શકે છે. ઘરની છત પર કે કોઈ ખાલી જગ્યામાં અનુકળતા મુજબ સોલાર યોજનાનો લાભ ઉઠાવી શકાય છે. ગુજરાતનાં ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ મુજબ યોજનાનો મુખ્ય હેતુ લોકોને ગ્રીન એનર્જી તરફ વાળી, પર્યાવરણ ની જાળવણી કરવાનો છે.
આ માટે યોજનાનો લાભ લેનારને ગુજરાત સરકાર તરફથી સબસિડી રૂપે સહાય પૂરી પાડવામાં આવશે. 3 કિલોવોટ સુધીનાં સોલાર પ્લાન્ટ માટે ગ્રાહકને 40% અને 3 થી 10 કિલોવોટ સુધીનાં પ્લાન્ટ માટે સરકાર 20% સુધી સબસિડી આપશે.
યોજનાનો લાભ વધુ લોકો લે તે હેતુ થી સરકારે ડિપોઝિટ ની રકમ 25 લાખ રૂપિયાથી ઘટાડીને માત્ર 5 લાખ રૂપિયા કરી દિધી છે. તમે વધારેની વીજળી વેચી પણ શકશો, જેના રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં જમા થશે.
સામાન્ય રીતે સોલાર પેનલનું આયુષ્ય 25 વર્ષ જેટલું હોય છે. તથા તમે કરેલા રોકાણનું વળતર સામાન્ય રીતે 4 થી 5 વર્ષ મળી જશે. ત્યાર બાદ તમે ફ્રિ વીજળી સાથે વધારાની વીજળી વેચી થોડી આવક પણ પ્રાપ્ત કરી શકો છો.
સોલાર યોજના સબસિડી અંગે કોઈપણ પ્રશ્ન હોય, કે કોઈ વાતનાં સમજાણી હોય તો તમે નીચે કોમેન્ટ માં પૂછી શકો છો.