Top Stories
khissu

નોકરીનું રહે છે ટેન્શન તો શરૂ કરો આ હિટ બિઝનેસ, થશે લાખોની કમાણી

તમે ખેતીનો વ્યવસાય કરવામાં રસ ધરાવો છો? તો તમારે મખાનાની ખેતી ચોક્કસ કરવી જોઇએ. મખાના એક એવું સુપરફૂડ છે જે શારીરિક રીતે તો લાભદાયક છે જ ઉપરાંત તે આર્થિક રીતે પણ અઢળક કમાણી કરાવે છે. આ સ્વાદિષ્ટ મખાના નાની-મોટી બધી વયના લોકોના ફેવરિટ છે. તેથી જ બજારમાં તેની માંગ બારેમાસ જોવા મળે છે.

મખાનાની ખેતી આમ તો સમગ્ર દેશમાં થાય છે પરંતુ બિહારમાં આ ખેતીનું પ્રમાણ 80%થી પણ વધારે છે. બિહારમાં મખાના સંશોધન કેન્દ્ર છે અને આ ઉપરાંત ત્યાંની સરકાર દ્વારા મખાના વિકાસ યોજના પણ શરૂ કરાઇ છે જે યોજના હેઠળ ખેડૂતોને 72,750 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે.

મખાનાની ખેતી 
મખાનાની ખેતી કરવાની 2 પદ્ધતિઓ છે. (1) તળાવમાં, (2) ખેતરમાં. આ ખેતીમાં સૌપ્રથમ તેની નર્સરી તૈયાર કરવામાં આવે છે અને પછી તેને ઓછામાં ઓછા દોઢથી બે ફૂટ પાણીવાળા ખેતર અથવા તળાવમાં રોપવામાં આવે છે. તેનો પાક લગભગ 6 મહિનામાં તૈયાર થઈ જાય છે. હવે આ ઉત્પાદન પણ બે રીતે લેવામાં આવે છે. (1) માર્ચ માસમાં વાવણી અને ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં લણણી અને (2) સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાવણી અને ફેબ્રુઆરી-માર્ચમાં લણણી.

કેટલી થશે કમાણી?
મખાનાની ખેતી એક એકરમાં કરવા પર લગભગ 1 લાખ રૂપિયા ખર્ચ થાય છે અને તેમાં એક સીઝનમાં ઓછામાં ઓછા 1 લાખ થી 1.5 લાખ રૂપિયા આવક થાય છે. મખાનાનું ઉત્પાદન વર્ષમાં બે વાર લઇ શકાય છે આ ઉપરાંત, માર્કેટમાં તે 600-800 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

સરકાર દ્વારા સબસિડી મળશે
મખાનાની ખેતી કરવા ખેડૂતોને મહત્તમ 72,750 રૂપિયાની સબસિડી બિહાર સરકાર દ્વારા આપવામાં આવે છે. જ્યાં 8 જિલ્લાના ખેડૂતો બિહાર સરકારને સબસિડી માટે અરજી કરી શકે છે.