આજે આ જિલ્લાના લોકો બહાર નીકળતા પહેલા વાંચી લેજો, મેઘરાજા ધમાકેદાર બેટિંગના મુડમાં

આજે આ જિલ્લાના લોકો બહાર નીકળતા પહેલા વાંચી લેજો, મેઘરાજા ધમાકેદાર બેટિંગના મુડમાં

હવામાન વિભાગ દ્વારા આજે એટલે કે, ૨૬મી ઓગસ્ટના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના ત્રણ જિલ્લાઓ - ભાવનગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, ૧૭ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

આ આગાહીને પગલે, તંત્રને સાવચેત રહેવા અને જરૂરી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. લોકોને પણ અગમચેતીના ભાગરૂપે સાવધાની રાખવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર 3LC સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે