ગુજરાત તૈયાર થઈ જાવ, આવી રહ્યો છે 10 ઈંચ કરતા વધુ વરસાદ નો રાઉંડ, જાણી લો તારીખ અને વિસ્તાર

ગુજરાત તૈયાર થઈ જાવ, આવી રહ્યો છે 10 ઈંચ કરતા વધુ વરસાદ નો રાઉંડ, જાણી લો તારીખ અને વિસ્તાર

પરેશભાઈ ગૌસ્વામી ની નવી આગાહી પ્રમાણે 22 23 અને 24 તારીખ દરમિયાન ગુજરાતમાં હળવા ઝાપટા યથાવત રહેશે, જ્યારે 25 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.

25 તારીખથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે એ 31 તારીખ સુધી ચાલશે એટલે કે છ થી સાત દિવસ સુધી વરસાદ જોવા મળશે.

બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની રહી છે, જે સિસ્ટમ સૌથી પહેલા સાયકલોનિક સર્ક્યુલેશનમાં હશે, ત્યાર પછી ઓરિસ્સા થઈ મધ્યપ્રદેશ નજીક પહોંચશે ત્યાં સુધીમાં વેલમાર્ક લો પ્રેસરમાં પણ કન્વર્ટ થઈ જશે. અરે જ્યારે ગુજરાત ઉપરથી પસાર થશે ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની સ્થિતિમાં પસાર થાય તેવી શક્યતા છે એટલે 25 થી લઈને 31 તારીખ સુધીમાં ભારે વરસાદ પડશે.

આગાહીના દિવસો દરમિયાન ખૂબ સારો વરસાદ પડશે એટલે કે 80 થી 85% વિસ્તારમાં વરસાદ પડશે જે સાર્વત્રિક વરસાદ બરાબર હશે. જે આગાહીના દિવસો દરમિયાન ગુજરાતમાં ત્રણથી લઇને પાંચ ઇંચ સુધીના એવરેજ વરસાદ હશે. અને અમુક વિસ્તારોમાં સાતથી લઈને 10 ઈંચ સુધીના વરસાદ પણ નોંધાશે.

25 તારીખે રાઉન્ડની શરૂઆત થશે અને 27 તારીખથી ગુજરાતના ઘણા વિસ્તારમાં 10 ઈંચ થી પણ વધારે વરસાદ પડવાની સંભાવના છે, એમાં ટૂંકા સમયમાં વધુ વરસાદ પડી જાય તો અતિવૃષ્ટિના વરસાદ જેવી પણ સંભાવના રહેલી છે.

ખેડૂત માટે ખુશ ખબર, 31 તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદ થઈ જશે એવું હાલમાં એમને વરસાદની સિસ્ટમો પરથી લાગી રહ્યું છે.