khissu

પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે, બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !!

નમસ્કાર મિત્રો,

જિંદગીની રીત મોટાભાગના કોઈ ને સમજાતી નથી અને જેને સમજાય જાય છે એ ઘડાય જાય છે.જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા કરે છે, ક્યારેક ગર્ત માં કે શૃંગ માં જિંદગી ગોથાં મારતી રહે છે.આપણા સમાજ માં પહેલેથી જ એવી જડ માન્યતાઓ રહેલી છે કે જીવન એક સીધી  રેખામાં જ ચાલવું જોઈએ,અને તેથી જ જ્યારે જીવનનો ગ્રાફ zigzag થવા લાગે તો આપણે જરા પણ સહન કરી શકતા નથી..મેં જીંદગીના હેતુ વિશે રિસર્ચ કરવાનું ચાલું કર્યું 'what is the purpose of life' અને અંત થયો એક conclusion સાથે કે "જિંદગી ને સમજવા કરતા જીવવી વધારે મહત્વની છે".આ બહુ ઊંડો વિષય છે.કુદરતે સર્જેલ કલાત્મકતાના દર્શન માત્રથી જ ખ્યાલ આવી જાય કે કુદરતથી મોટો કલાકાર કોઇ નથી. પથ્થર પર છીણી, હથોડા ના પ્રહાર થયા પછી જ પથ્થર માંથી સુંદર મૂર્તિનું નિર્માણ થાય છે એવી જ રીતે માણસ પણ અનુભવથી જ ઘડાય છે.જીવનમાં સમસ્યાઓ આવે છે અને તેનો સામનો કરવા માણસ તૈયાર રહે છે,પરંતુ ઘણી વખત એવી સમસ્યાઓ આવી જાય છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય.સમસ્યાઓ આવવી જ જોઈએ કેમ કે એ ઠોકરો એવું શીખવાડી જાય છે જે મોટી મોટી યુનિવર્સિટીઓ પણ શીખવાડી નથી શકતી.
સમસ્યાઓ તો આવતી જ રહે છે માણસે તેનાથી હતાશ ના થવું જોઇએ.હંમેશા પોઝિટિવ વિચારી તેમાંથી કંઈક ને કઈંક શીખતાં રહેવું જોઈએ.
ફરી મળીએ નવા અપડેટ સાથે
ચલો દોસ્તો, મેં ચાલતા હું અપની ગલી, મેરે રેડિયો પે બજ રહ હૈ યે ગાના...

⁠⁠⁠⁠⁠⁠⁠
ज़िन्दगी एक सफ़र है सुहाना
यहाँ कल क्या हो किसने जाना
ओडले एड्लीई ओ
ओडले एड्लीई ओ
ओडले एड्लीई ओ
ओडले एड्लीई ओ
हँसते गाते जहाँ से गुज़र
दुनिया की तू परवाह ना कर (2)
मुस्कुराते हुए दिन बिताना
यहाँ कल ....

                                                                        - મશાલ