સુરતના લોકો સાવધાન: પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, જાણો ધારા 144 અને કરફ્યું વચ્ચે શું તફાવત ?

સુરતના લોકો સાવધાન: પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, જાણો ધારા 144 અને કરફ્યું વચ્ચે શું તફાવત ?

દેશની અંદર છેલ્લા એક અઠવાડિયા થી કોરોના એ હાહાકાર મચાવી નાખ્યો છે. કોરોના ના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસનો  કહેર સતત વધી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ અમદાવાદ, સુરત, અને વડોદરા માં છે.  જેથી સુરત શહેરમાં શાંતિ અને કાયદાની વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી દીધું છે. કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં 4 થી વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

તમે ઘણી વખત કરફ્યુ અને ધારા 144 શબ્દ સાંભળ્યો હશે તો ઘણા મિત્રોને પ્રશ્ન થતો હશે કે આ બે શબ્દો હાચાં માં છે શું ? બન્ને એક છે કે અલગ ? તો આજે તમને જણાવીએ કે કરફ્યુ અને ધારા 144 શું છે ?

કરફ્યુ શું છે ? કરફ્યુ દરમિયાન શું હોય છે ?

કરફ્યુ ને સાદી ભાષામાં સમજીએ તો 'પ્રતિબંધ'. જ્યારે સરકાર કરફ્યુ લાદે ત્યારે તમામ લોકોને ઘરથી બહાર નીકળવા પર પ્રતિબંધ હોય છે. શેરી અને રસ્તાઓ ઉપર ભીડ ના હોવી જોઈએ. કરફ્યુ ત્યારે જ લગાડવામાં આવે છે જ્યારે કોઈ ગંભીર પરસ્થિતિમાંથી પસાર થવાનું હોય. કરફ્યુ માટે નિશ્ચિત સમય હોય છે પરંતુ સરકાર જરૂરત પડવા પર નક્કી કરેલા સમય બાદ પણ કરફ્યુ લગાવી શકે છે.

કરફ્યુ દરમિયાન માર્કેટ, સ્કુલ, કોલેજ વગેરે બંધ હોય છે. ફકત જરૂરી સેવાઓને ખુલ્લી રાખવા માટેની મંજૂરી હોય છે. કરફ્યુ નો આદેશ જિલ્લા મેજસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવે છે. કરફ્યુ દરમિયાન આવવા જવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.

કરફ્યુ અને ધારા 144 વચ્ચે તફાવત છે કે ?

ધારા 144 હેઠળ કોઈપણ જગ્યાએ 5 અથવા 6 વ્યક્તિ ભેળા ન થઈ શકે. જો તમે એકલા છો તો તમે જઈ શકો છો, પરંતુ કરફ્યુ માં આવું ન થઈ શકે. કરફ્યુ માં ઘરેથી નીકળવા પર પ્રતિબંધ હોય છે. જો તમારે કોઈ જરૂરી કામ છે તો પોલીસ ની મંજુરી લેવી પડે છે. કરફ્યુ  દરમિયાન ગંભીર પ્રકારનો ગુનો કરતો કોઈ વ્યક્તિ પકડાય તો ફાયર કરવાનો ઓર્ડર પણ હોય છે.

કરફ્યુ દરમિયાન શું કરવું અને શું ન કરવું ?

(1) પરિક્ષા કેન્દ્રોની અંદર ચાર અથવા પાંચ વ્યક્તિથી વધુ લોકો ભેગા ન થઈ શકે.

(2) કરફ્યુ એ પરિક્ષા, લગ્ન,અગ્નિ સંસ્કાર, ધાર્મિક ઉત્સવો પર લાગૂ કરવામાં આવતું નથી.

(3) કોઈ પણ વ્યક્તિ લાકડી, દંડો કે કોઈપણ જાતનું ઘાતક હથિયાર સાથે રાખીને ચાલી નથી શકતો. લાયસન્સ ધરાવતા હથિયાર લઈ તમે સરકારી ઓફિસમાં પ્રવેશ ન કરી શકો.

(4) ફટાકડા ફોડવા પર કે વેંચવા પર પ્રતિબંધ હોય છે.

(5) પરવાનગી વગર ડીજે અથવા લાઉડસ્પીકર ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.