વિશ્વમાં પ્લાસ્ટિક ખાવાથી દર વર્ષે થાય છે 1 લાખ પશુઓના મોત | જાણો પ્લાસ્ટિક પ્રદૂષણથી થતાં નુકશાન વિશે

વિશ્વમાં પ્લાસ્ટિક ખાવાથી દર વર્ષે થાય છે 1 લાખ પશુઓના મોત | જાણો પ્લાસ્ટિક પ્રદૂષણથી થતાં નુકશાન વિશે

આજકાલ દુનિયાના ઘણા દેશો એ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે જેમાં આપનો દેશ ભારત પણ શામિલ છે. એવું પ્લાસ્ટિક કે જેનો માટે એક જ વાર ઉપયોગ કરી શકાય તે બધુ જ બંધ કરવામાં આવ્યું છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે જેનો એક જ વાર ઉપયોગ કરી શકાય કેમકે પાણી ના પાઉચ, પોલીથીન ની કોથળી, વેફર અને અન્ય વસ્તુ ના પેકેટ માં વપરાતું પ્લાસ્ટિક વગેરે. આ બધાનો લોકો માત્ર એક વાર ઉપયોગ કરી ફેંકી દેતા હોય છે.

પ્લાસ્ટિક એવી વસ્તુ જે જેનો નાશ થતો નથી તેને જમીન માં દાંટવાથી પણ પ્રદૂષણ ફેલાય અને સળગાવી દેવાથી પણ પ્રદૂષણ ફેલાય છે.
સમગ્ર વિશ્વમાં વપરાતા ખનીજ તેલનો ૮ ટકા હિસ્સો પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવામાં થાય છે.

પ્લાસ્ટિકથી પર્યાવરણ ને થતાં નુકશાન અંગેના એક સ્ટડી મુજબ વિશ્વમાં પ્લાસ્ટિક ખાવાથી દર વર્ષે ૧ લાખ પશુઓના મોત થાય છે. પ્લાસ્ટિક બેગમાં ઉપયોગ માત્ર એક મિનિટમાં થઈ જાય છે પરંતુ તેને પૃથ્વી માં સડતા એક વર્ષ જેટલો સમય લાગે છે. ભારતમાં માથાદીઠ ૧૧.૭ કિલો જ્યારે અમેરિકામાં માથાદીઠ ૧૦૯ કિલો પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે.