આજના આ મોઘવારીનાં સમયમાં દરેક વ્યક્તિ રોકાણ કરવા માંગે છે પરંતુ મોઘવારી એટલી બધી વધી ગઈ છે કે રોકાણ કરવાનાં પૈસા જમાં નથી થતા. સાથે જ પૈસા ડૂબી જવાનો પણ ડર રહે છે. એવામાં પોસ્ટ ઓફિસ એ તમામ લોકોની વિશ્વાસનીય બેંક છે. આજે અમે પોસ્ટ ઓફિસની લોકપ્રિય એક સ્કીમ વિશે માહિતી આપવાના છીએ. જો તમે આ સ્કીમમાં થોડું એવું રોકાણ કરશો તો આગળ જતાં સારુ એવું વળતર મળશે. જેમાં રોકાણ પણ દરેક રીતે સુરક્ષીત છે. આ સ્કીમનું નામ સિમંગલ રૂરલ પોસ્ટલ લાઇફ insurance સ્કીમ છે.
આ પણ વાંચો: રાજ્યમાં વરસાદને લઇને હવામાન ખાતાએ કરી આગાહી, જાણો કયા જિલ્લામાં વરસાદ?
રોજના 95 રૂપિયા જમાં કરવા પડશે:
જો તમે આ સ્કીમમાં દરરોજના 95 રૂપિયા જમાં કરશો તો તમને 14 લાખ રૂપિયા બનાવી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરવા માટે તમારું ઉંમર 19 થી 45 વર્ષની વચ્ચેની હોવી આવશ્યક છે. આ સ્કીમનો લાભ ભારતિય નાગરિકતા ધરાવતી વ્યક્તિને જ મળશે.
શું છે યોજના ?
આ સુમંગલ ગ્રામીણ ટપાલ જીવન વીમા યોજના એક એન્ડોમેન્ટ યોજના છે જે લોકોને વારંવાર પૈસાની જરૂર પડે છે એવા લોકો માટે આ યોજના સારી સાબિત થઈ શકે છે. આમાં, જ્યારે વીમાધારક જીવિત હોય છે, ત્યારે તેને પૈસા મળે છે. એટલે કે વીમાધારકે જે રોકાણ કર્યું છે તે એને પાછું મળી જશે. સાથે જ insurance કવર પણ મળે છે.
આવી રીતે મળશે 14 લાખ રૂપિયા:
જો તમારી ઉંમર 25 વર્ષ છે તો તમે 7 લાખની વીમા રકમ સાથે 20 વર્ષ માટે આ પોલિસી લઈ શકો છો. આમાં તમારે દરરોજ 95 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. એટલે કે મહિનામાં 2850 રૂપિયા જમા કરાવવાના રહેશે. 3 મહિના માટે હપ્તા ભરવા પર તમારે 8,850 રૂપિયા ચૂકવવા પડશે અને 6 મહિના માટે તમારે 17,100 રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે રોકાણ કરવાથી, તમને મેચ્યોરિટી પર લગભગ 14 લાખ રૂપિયા
આ પણ વાંચો: 1 સપ્ટેમ્બર થી બદલાઈ ગયા આટલા નિયમો, તમારા ખીસ્સાનો ભાર વધશે
આવી રીતે મળશે મની બેક
આ યોજનામાં 10 લાખ રૂપિયાની વીમા રકમ લેવામાં આવે છે. જો પોલિસીધારકનું મૃત્યુ થાય છે, તો પરિવારને 10 લાખ રૂપિયા ઉપરાંત બોનસની રકમ મળે છે. આ પોલિસીનો કાર્યકાળ 15 અને 20 વર્ષનો છે. 15-વર્ષની પોલિસી હેઠળ, 6, 9 અને 12 વર્ષ પૂરા થવા પર વીમા રકમના 20-20 ટકા મની-બેક તરીકે ઉપલબ્ધ છે. બાકીની 40 ટકા રકમ બોનસ સાથે મેચ્યોરિટી પર ઉપલબ્ધ છે. 20-વર્ષની પોલિસીમાં, 8, 12 અને 16 વર્ષમાં, 20-20 ટકા રકમ મની બેક તરીકે ઉપલબ્ધ છે, બાકીની 40 ટકા મેચ્યોરિટી પર બોનસ સાથે ઉપલબ્ધ છે.