મોહનભાઇ દલસાણિયાની આગાહી: 21 જૂન થી 3, જુલાઇમાં સાર્વત્રિક વાવણી જોગ વરસાદ, જાણો વરતારો

મોહનભાઇ દલસાણિયાની આગાહી: 21 જૂન થી 3, જુલાઇમાં સાર્વત્રિક વાવણી જોગ વરસાદ, જાણો વરતારો

કાળઝાળ ગરમીનો પીરિયડ હળવો પડીને હાલ બે દિવસથી બફારો શરૂ થયો છે. હવામાન શાસ્ત્રીઓ અને પરંપરાગત વરસાદનાં આગાહીકારો કહી રહ્યાં છે કે આ વખતનાં વરસાદમાં કંઇ ઘટે એવું નથી. ટુંકમાં અલ-નીનો ઇફેક્ટ સમાપ્ત થઇ લા-નીનોની અસરથી સારૂ ચોમાસું રહેવાની સુખદ આગાહીઓ આવી રહી છે.

છેલ્લા ૩૫ વર્ષથી વનસ્પતિનાં ફૂલ અને કોરામણ, આકાશી કસની નોંધ, અખાત્રીજની વહેલી સવારનો પવન, ટીટોડીનાં ઇંડા જેવા પરિમાણોને આધારે વરસાદની આગાહીકાર તરીકે સેવા આપતાં જૂનાગઢ સ્થિત વર્ષા વિજ્ઞાન મંડળનાં જુના સભ્ય મોહનભાઇ દલસાણિયા  આગામી ૨૦૨૪નાં ચોમાસાની રૂખ જણાવતાં કહે છે કે કારતક મહિને દેવદિવાળીથી કસ- કાતરાની નોંધ કરવામાં આવે છે.

સામાન્ય રીતે સાડ છ મહિને વરસાદનાં કસ પાકે છે. ૨૧, જૂન થી ૦૩, જુલાઇ સુધીમાં સાર્વત્રિક વાવણી જોગ વરસાદ થશે. જામનગર, પોરબંદર,  દેવભૂમિ દ્રારકા, જૂનાગઢ, ગીર સોમનાથની દરિયાઇ પટ્ટી ઉપરાંત અડધા-પોણા રાજકોટ જિલ્લામાં ચોમાસું સક્રિય અને સારૂ રહેશે. ગુજરાતમાં સરેરાશ ૫૦ ઇંચ વરસાદ પડશે. ૧૫, જુલાઇ થી ૧૪, ઓગસ્ટ વચ્ચે ૧૨-૧૫ દિવસનું વાયરૂ ફૂંકાશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

ચોમાસું વરસાદ બાબતે ભરપુર હોવાથી શિયાળું પાકો હોંબેશ થશે. છેલ્લેચિત્રા નક્ષત્ર ભરપુર વરસીને ચોમાસું વિદાય લેશે.

હવામાન વિભાગની આગાહી પણ જાણો: હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યા પ્રમાણે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આ ઉપરાંત, આગામી 3 દિવસ પાટણ, બનાસકાંઠા, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આંધી અને વંટોળની સ્થિતિ સર્જાય શકે છે. આ દરમિયાન, 25થી 30 કિમીની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 4 જૂનના દિવસે રાજ્યનમાં સૂકું વાતાવરણ રહેશે. આ દરમિયાન કચ્છમાં 35થી 39 ડિગ્રી તાપમાનની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે ભૂલમાં 38થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા જણાવવામાં આવી છે.

મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, દેશમાં કેરલામાં ચોમાસાના વધામણાં થઇ ગયા છે. ત્યારે સામાનય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે. તેમા ચારથી પાંચ દિવસ ઉપર નીચે થઇ શકે છે.