જો તમે તમારો પોતાનો વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો અને ઓછા પૈસાના કારણે તે કરી શકતા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે કેટલાક ખાસ ફ્રેન્ચાઈઝી બિઝનેસ આઈડિયા વિશે જાણીશું જેને તમે ઓછા રોકાણથી શરૂ કરી શકો છો અને ઓછા સમયમાં ઘણો નફો પણ કમાઈ શકો છો. તો ચાલો આ ટોચના ફ્રેન્ચાઇઝ બિઝનેસ આઇડિયા વિશે જાણીએ.
અમૂલ ફ્રેન્ચાઇઝ
જેઓ પોતાની ફ્રેન્ચાઈઝી લેવા માંગતા હોય તેઓ અમૂલની ફ્રેન્ચાઈઝી લઈ શકે છે. તમને જણાવી દઈએ કે, અમૂલ કંપની બે પ્રકારની ફ્રેન્ચાઈઝી આપે છે. એક અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર અને બીજી અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી છે. જો તમે પહેલી ફ્રેન્ચાઈઝી લો છો તો તમારે 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. તમે બીજી ફ્રેન્ચાઈઝી લો છો, તો તમારે 5 લાખ સુધીનું રોકાણ કરવું પડશે. આ રોકાણ કરીને તમે અઢળક નફો કરી શકો છો.
મધર ડેરી ફ્રેન્ચાઇઝ
જેઓ મધર ડેરી સાથે બિઝનેસ કરવા માગે છે તેઓ મધર ડેરીની ફ્રેન્ચાઈઝી લઈને પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. મધર ડેરી એ ડેરી ઉત્પાદનોની કંપની છે જે દૂધના ઉત્પાદનો અને અન્ય ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરે છે. આ ફ્રેન્ચાઈઝી દ્વારા તમે તેમની પ્રોડક્ટ વેચીને ખૂબ કમાણી કરી શકશો કારણ કે કંપની તેનું માર્કેટ વધારવા તમને સારી એવી રકમ આપવા તૈયાર હોય છે.
પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝ
જો તમે નાની ઉંમરમાં અને ઓછા રોકાણમાં તમારો પોતાનો વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો, તો આવી સ્થિતિમાં પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જેના દ્વારા તમે દર મહિને ઘણી કમાણી કરી શકો છો. હાલમાં દેશમાં લગભગ 1 લાખ 55 હજાર પોસ્ટ ઓફિસ છે. આ વધતી ડિમાન્ડને પહોંચી વળવા ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી આપવામાં આવે છે. આ માટેની અરજી તમે ઓનલાઇન પણ કરી શકો છો.
Copyright © 2024 Khissu. All Rights Reserved