બારેમાસ વપરાતી આ વસ્તુનો કરો બિઝનેસ અને મેળવો તગડી કમાણી.
પોતાનો બિઝનેસ કરવો એ કદાચ ઘણા લોકો માટે સહેલું હોય છે. કેમકે તેઓની પાસે પૂરતી મૂડી હોય છે. પરંતુ આવા પર્યાપ્ત મૂડી ધરાવતા અમુક લોકો પાસે એ આઇડિયા નથી હોતો કે આ મૂડી ક્યાં રોકવી, કેવી રીતે તેમાંથી નફો કમાવવો, તેના દ્વારા ક્યો વ્યવસાય કરવો. તો આવા લોકો માટે આજનો આ વ્યવસાય અહીં દર્શાવવામાં આવ્યો છે. એવું નથી કે ફક્ત વધુ પૈસાવાળા જ આ વ્યવસાય કરી શકે છે, જેની પાસે ઓછી મૂડી છે એ લોકો પણ આનો લાભ લઇ શકે છે. તે માટે સરકાર દ્વારા લોન પણ મળે છે. તો હવે આપણે આ બારેમાસ માંગમાં રહેતી વસ્તુનાં વ્યવસાય વિશે જાણીએ.
આ વ્યવસાય છે Puffed Rice નો એટલે કે મમરા બનાવવાનો. મમરા એ બધાનું મનપસંદ ખાણું છે. તેને બધા ખાઇ શકે છે અમીર, ગરીબ, નાના બાળકો, યુવાનો, વૃદ્ધો વગેરે. મમરાનો ઉપયોગ ગામ હોય કે શહેર, જગ્યાએ જગ્યાએ જોવા મળે છે. મજાની વાત તો એ છે કે તેની માંગ આખું વર્ષ રહે છે. આ પફ્ડ રાઇસ સ્ટ્રીટને ફૂડમાં ઉપયોગમાં લેવામાં આવે છે. મુંબઈમાં લોકો ભેલપુરી બનાવીને સ્વાદ માણે છે તો કોલકાતામાં ઝાલમુડી દ્વારા પફ્ડ રાઇસને પસંદ કરવામાં આવે છે. મમરા ભગવાનના મંદીરમાં પણ પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. જો તમે આ વ્યવસાય શરૂ કરો છો તો તમે તેને મોટા મોલમાં સપ્લાય કરી શકો છો તથા મોટા રિટેઇલ સ્ટોર્સમાં વેચીને પણ કમાણી કરી શકો છો.
વ્યવસાયમાં થતો ખર્ચ
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા ગ્રામોદ્યોગ રોજગાર યોજના હેઠળ મમરા ઉત્પાદન એકમ સ્થાપવા પર એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમના મત મુજબ મમરા મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા પર તમારે કુલ 3.55 લાખ રૂપિયાનો ખર્ચ કરવો રહેશે. જો તમારી પાસે પૂરતા પૈસા ન હોય તો તમે પીએમ મુદ્રા લોન સ્કીમ દ્વારા લોન પણ લઈ શકો છો.
પ્રોજેક્ટના રિપોર્ટ અનુસાર તમે બેંક પાસેથી લોન માટે અરજી કરી શકો છો. પફ્ડ રાઇસ બનાવવાનો વ્યવસાય તમે પોતાની અથવા ભાડેની જમીન પર કરી શકો છો. અહીં 1000 ચોરસ ફૂટના બિલ્ડિંગ શેડના બાંધકામનો કુલ ખર્ચ રૂ. 2,00,000 થશે. તથા, સાધનો પર 1,00,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ઉપરાંત, 55,000 રૂપિયાની કાર્યકારી મૂડીની જરૂર પડશે. આમ કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 3,55,000 થાય છે.
કેટલી છે કમાણી
પ્રોજેક્ટના રિપોર્ટ અનુસાર, જો તમે 100% ક્ષમતાનો ઉપયોગ કરીને ઉત્પાદન કરો છો, તો વાર્ષિક ઉત્પાદન 369 ક્વિન્ટલ થશે. જેમાં 1,200 રૂપિયાના દર પ્રમાણે વાર્ષિક 4,43,000 રૂપિયાનું ઉત્પાદન થશે. અંદાજિત વેચાણ ખર્ચ રૂ 5,53,750 હશે. ગ્રોસ સરપ્લસ રૂ. 1,10,750 હશે. KVIC ના અહેવાલ મુજબ આ આંકડા માત્ર સૂચક છે અને તે સ્થળ-સ્થળે બદલાવને પાત્ર છે. જો તમે બિલ્ડિંગ બનાવવામાં ખર્ચ કરવાને બદલે તેને ભાડા પર લેશો તો તમારી પ્રોજેક્ટની કિંમત ઘટી જશે. મૂડી ખર્ચ પરનું વ્યાજ ઘટશે અલબત્ત તમારો નફો પણ વધશે.