અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન કેટલાક ભાગોમાં 4 ઇંચથી વધુ વરસાદ પણ વરસી શકે છે.
આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તોફાની મોજા ઉછળી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. મોન્સૂન ટ્રફ સાથે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે મધ્યમ થી ભારે વરસાદની આગાહી છે. હળવા ગાજવીજ અને વીજળી સાથે વાવાઝોડા થવાની પણ સંભાવના છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દિવ, દમણ, દાદર અને નગર હવેલીમાં મધ્યમ વરસાદ સાથે યલો એલર્ટ આપેલું છે
હવામાન નિષ્ણાતો અનુસાર, મોન્સૂન ટ્રફ સાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે. જેના પરિણામે રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામશે. રાજ્યના પાટનગર અમદાવાદમાં પણ આજે ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી શહેરીજનોએ પણ વરસાદ માટે તૈયાર રહેવું જરૂરી છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આવવાની શક્યતા છે. જેની અસરથી ગુજરાતમાં આજથી ફરી કેટલાક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે.
દાહોદ, પંચમહાલ, મહિસાગર, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ વીજળી સાથે ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આનંદ, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, મોરબી, રાજકોટ, અમરેલી, કચ્છમાં મધ્યમ વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે.
આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આથી વાહનચાલકો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદ અને પવનને કારણે તોફાની મોજા ઉછળી શકે છે. જેને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
જો આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે તો રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે તો કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું અનુમાન છે. આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની શક્યતા છે.