khissu

પુનર્વસુ નક્ષત્ર 2024: જ્યોતિષી નક્ષત્ર પુનર્વસુ પ્રમાણે વરસાદની આગાહી, લોકવાયકા, ક્યું વાહન, વરસાદ ?

પુનર્વસુ નક્ષત્ર 2024: ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ અને આર્દ્રા પછી આજથી પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થઈ રહી છે. સૂર્યનો પુનર્વસુ નક્ષત્રમાં શુભકારી પ્રવેશ જેઠ વદ અમાસને શુક્રવાર તારીખ 05/07/2024 ના રોજ થશે. સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ રાત્રે 11 વાગી ને 52 મીનીટે કરશે. આ નક્ષત્રનું વાહન ઉંદર છે. આ નક્ષત્રમાં વરસાદી માહોલ યથાવત રહે છે અને મધ્યમ વરસાદ પડતો હોય છે.

પુનર્વસુ નક્ષત્રમાં કેવો વરસાદ જોવા મળશે?
આ વર્ષે અખાત્રીના પવન પરથી વરસાદના અનુમાન મુજબ પુનર્વસુ નક્ષત્રમાં સારો વરસાદ થશે. જો પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડે તો એમના પછીના નક્ષત્રમાં અચૂક વરસાદ પડતો જ હોઈ છે. એટલે કે 5જુલાઈથી 5 ઓગસ્ટ સુધી આ બે નક્ષત્ર માં જોરદાર પડશે તેવું અનુમાન જ્યોતિષ શાસ્ત્રીઓનું છે.

બે નક્ષત્રો વિશે બોલતાં વાક્યો :
"પુનર્વસુ ને પુષ્પ, બેય ભાયલા, 
વરસા તો વરસા, વાયલા તો વાયલા"

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

પુનર્વસુ નક્ષત્રનું વાહન ઉંદર છે અને ધણીવાર વાહન ઉપરથી જ વરસાદનો વરતારો નક્કી કરવામાં આવતો હોય છે. આ નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે. એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળશે. પુનર્વસુ નક્ષત્ર પછી પુષ્પનક્ષત્રની શરૂઆત થશે તેમનું વાહન ઘોડો છે અને તે નક્ષત્રમાં છૂટોછવાયો વરસાદ જોવા મળતો હોય છે.

7 જુલાઈના રોજ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. કોઈ ભાગમાં વરસાદી છાંટા પડી શકે છે. દેશના પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા રહેતા ગુજરાતના મધ્યભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે.

અષાઢી બીજમાં કેવો વરસાદ થશે
7 જુલાઈએ અષાઢી બીજ છે. બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે. બીજના દિવસે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ક્યાંક ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે, રાજ્યના પૂર્વ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે. કહેવાય છે કે આષાઢી બીજના દિવસે વરસાદ થાય તો વર્ષ સારું રહેતું હોય છે.