khissu

રાજ્યમાં હજી 2 દિવસ વરસાદી આગાહી, જાણો કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ ?

 રાજ્યમાં હાલ સમગ્ર જગ્યાએ વરસાદી માહોલ યથાવત છે. મોટાભાગનાં વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: ડેબિટ-ક્રેડિટ કાર્ડ ધરાવનારાઓને આંચકો, 1 ઓક્ટોબરથી થશે મોટો ફેરફાર, RBIએ આપી માહિતી

હવામાન વિભાગ અનુસાર વોલ માર્ક લૉ પ્રેશર ની સાથે વરસાદી ટર્ફ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદ રૂપે તેની અસર થશે. નોંધનિય છે કે આગામી સમયમાં વરસાદનું જોર યથાવત રહેશે. જેને કારણે નવરાત્રિમાં પણ વરસાદ પડશે.

જો કે 17 તારીખ બાદ રાજ્યમા વરસાદનું જોર ઘટે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જે મુજબ અમદાવાદ, ગાંધીનગર,વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે વરસાદની સાથે સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ સાથે જ 3 દિવસ બાદ વરસાદનું જોર ઘટવાની શક્યતા રહેલી છે