હવે નદીઓમાં પુર આવે એવા વરસાદની આગાહી, જાણો અંબાલાલ પટેલની આગાહી

હવે નદીઓમાં પુર આવે એવા વરસાદની આગાહી, જાણો અંબાલાલ પટેલની આગાહી

છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ ગુજરાતમાં આજે શુક્રવાર (15 ઓગસ્ટ) થી ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયું ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. 27 ઓગસ્ટ સુધી કચ્છના ભાગોમાં વરસાદની આગાહી છે.

પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે

તેમણે કહ્યું કે, આ સમયમાં ધનધાન્યની કાળજી ખાસ રાખવી જોઈએ. નીચાળવાળા વિસ્તારમાં રહેતા લોકોએ કાળજી લેવી. ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. પંચમહાલ, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી છે. બંગાળ ઉપસાગરનું વહન અરબ સાગરમાં થતાં હળવા દબાણના કારણે અનરાધાર વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મુંબઈ મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોામાં ભારે વરસાદની આગાહી છે. કેટલાક ભાગોમાં 12 ઈંચથી વધુ વરસાદની આગાહી છે. તો મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 16 ઓગસ્ટથી પાટણ સિવાય તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 18 ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. 18 થી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ છે. પરંતું 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે. માછીમારોને 18 થી 20 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના છે.