khissu

રાજ્યમાં કડાકા ભડાકા સાથે પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો અંબાલાલ પટેલે શું કહ્યું

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

12 મે નાં રોજ મેઘ ગર્જનાં સાથે વરસાદની ચેતવણી
હવામાન વિભાગ દ્વારા તા. 12 નાં રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતનાં વિસ્તારોમાં મેઘ ગર્જનાં સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

13 મે નાં રોજ ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી
જ્યારે તા. 13 નાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
તા. 14 મે નાં રોજ રાજ્યનાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ,બોટાદ, ભાવનગર, તેમજ સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હવામાનને લઈ મોટી આગાહી કરી છે. ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે. જેમાં કચ્છનાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતનાં વાતાવરણમાં પણ આગામી 4 દિવસ પલટો જોવા મળશે.

તા. 12 થી 16 દરમ્યાન વડોદરાનાં ભાગો, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાતનાં અનેક ભાગોમાં વરસાદ પડશે. આ ઉપરાંત સમી, હારીજ વિસ્તારમાં પલટો આવશે. તેમજ સુરતનાં પણ કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તેમજ પ્રિ મૌન્સુન એક્વીટીનો વરસાદ થઈ શકે છે. તેમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

મધ્ય ગુજરાતમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન રહી શકે છે. ઉત્તર ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી રહેશે. જેમાં પાલનપુર, થરાદ, ડીસા, કાંકરેજ, ઈકબાલગઢમાં ભારે પવન ફૂંકાશે. તેમજ કચ્છ, રાધનપુર, સાંતલપુરમાં ગરમીનું પ્રમાણ વધશે. તેમજ મહેસાણા, સમી, હારીજમાં ધૂળ ઉડવાની સાથે ગરમી વધશે. કૃતિકા નક્ષત્રનાં વરસાદી છાંટાથી ચોમસુ સારૂ રહેશે. રોહિણી નક્ષત્રમાં રાજ્યમાં જુદા જુદા ભાગોમાં વરસાદ થશે.