આજથી 26 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ શકે, એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
જ્યારે મહેસાણા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે અને કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેશે. અરવલ્લી-સાબરકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પંચમહાલ, મહીસાગર, વડોદરા આણંદના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.
તેમણે કહ્યું કે 26 ઓગસ્ટથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતા 28 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 26 થી 28માં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. કોઈ ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ બની શકે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર માસમાં પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ગણેશ ચતુર્થીના તહેવારની આસપાસના દિવસોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત, દાંતાના ડુંગર વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.આ આગાહીઓ જોતા, ખેડૂતો અને નાગરિકો બંનેએ સાવચેત રહેવાની જરૂર છે. ભારે વરસાદની સ્થિતિમાં જરૂરી સાવચેતી રાખવી અનિવાર્ય છે.