khissu

પરસેવાથી રેબઝેબ થવા તૈયાર રહેજો, જાણો શું છે અંબાલાલ પટેલ અને હવામાન ની આગાહી

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ ઉકળાટભર્યુ વાતાવરણ છવાયેલું છે. રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે બીજીથી પાંચમી મે દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હીટવેવ વોર્નિંગ આપી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં નોંધાયુ છે.

આ સાથે તેમણે મહત્ત્વની વાત કરતા જણાવ્યુ કે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશન વ્યાપી રહી છે. જેના કારણે ત્યાંના પવનો ગરમ આવી રહ્યા છે. બુધવારના મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 40.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો આ બંને શહેરોમાં આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સૌથી વધુ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 42 ડિગ્રી નોંધાયુ છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બીજી સાયક્લોનિક સર્ક્યુલર અસર ચાલી રહી છે. દક્ષિણ-પૂર્વીય પવનો 30થી 40 કિમી/કલાક બંગાળની ખાડીમાંથી ઉત્તરપૂર્વ ભારત તરફ ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને કારણે અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાં ભારે વરસાદ નોંધાયો હતો અને તેના કારણે ઘણી જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. બીજી અને ત્રીજી મે દરમિયાન નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ રાજ્યોમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જે બાદ ત્રીજીથી છ મે દરમિયાન જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અંગેની ચેતવણી આપવામાં આવી છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

મે મહિના માટે ઘાતક આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.

આંધી સાથે વરસાદ આવશે
અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.