khissu

રજનીકાંત લાલાણી દ્વારા ગુજરાતમા વરસાદ આગાહી, છેલ્લા 21 વર્ષના અનુભવ સાથે

જાણીતા હવામાન નિષ્ણાંત રજનીકાંત લાલાણી દ્વારા આવનાર ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. રજનીકાંત લાલાણી ઉપલેટાનાં વતની છે અને છેલ્લા 21 વર્ષથી વરસાદની આગાહી કરે છે.

આ પણ વાંચો: વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં વાવાઝોડુ ?

ઉપલેટાના રજનીકાંત લાલાણીએ કહ્યું હતું કે વરસાદના દિવસો માત્ર 33 છે. વર્ષ 10 આની થવાની સંભાવના છે. તારીખ 16,17 જૂન દરમિયાન પહેલી વાવણી થવાની શક્યતા છે. જ્યારે 22 થી 29 જુલાઈ દરમિયાન બીજી વાવણી થવાની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાત વરસાદ આગાહી: આજે ચોમાસુ બેસી ગયું... ગુજરાતમાં વરસાદ ક્યારે ?

વરસાદના 24 પરિબળો ચકાસ્યા પછી એવું લાગ્યું હતું કે જુલાઈમાં ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટ મહિના દરમિયાન વરસાદ ખૂબ ઓછો અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની સંભાવના નથી જ્યારે ઓકટોબરમાં 10,11,12 દરમિયાન વરસાદ પડશે તો 14 ઓકટોબરથી ચોમાસુ વિદાય લેશે.