ચોમાસાએ મોટાભાગનાં વિસ્તારો માંથી વિદાય લઈ લીધી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે રાજ્યમાં ફરી એકવખત અમુક જીલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. વધુમાં તેને જણાવ્યું છે કે 15 ઓકટોબર સુધી રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો: LICની આ પોલિસીમાં મળશે આજીવન પેન્શન, જાણો આ શાનદાર પોલિસીની બધી ડિટેઇલ્સ
જો કે અત્યારે બપોરે અસહ્ય ગરમી પડી રહી છે અને રાત્રે ઠંડક ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યા છે. આંધ્રપ્રદેશ પર સર્કયુલેશન સક્રીય થયું હોવાથી તેની અસર ગૂજરાત રાજ્યમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો: PM કિસાન સ્કીમમાં સરકારે કર્યો મોટો ફેરફાર, ખેડૂતો જાણી લો આ જરૂરી બાબત, નહિં તો નહિ મળે 12મો હપ્તો
ડાંગર અને કેળાની ખેતી કરતા ખેડૂતોને વરસાદ પડવાથી નુકસાની થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ હળવો વરસાદ પણ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં વાતાવરણ કોરુ રહેવાની સંભાવના છે.