khissu

જુનાગઢ વર્ષા વિજ્ઞાનનાં રજનીકાંતભાઈ લડાણીએ નક્ષત્રો પરથી કરી આગાહી; રોહિણી નક્ષત્રમાં કઈ તારીખે વરસાદ?

રોહિણી નક્ષત્રમાં વરસાદ આગાહી શું છે? 2023માં તારીખ 3,4,5,6,7 જુનના રોજ વરસાદ પડવાની સંભાવના રજનીકાંતભાઈ લાડાણીએ જણાવી છે. રજનીકાંત ભાઈ જુનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય છે. આ નક્ષત્રની ખાસિયત એ છે કે આમાં મીની વાવાઝોડા તીવ્ર કડાકા ભડાકા અને કરા સાથે વરસાદ પડે છે.

૨૫/૦૫/૨૦૨૩ થી ૦૭/૦૬/૨૦૨૩ સુધી રોહિણી નક્ષત્ર ચાલશે. 25 તારીખે રોહિણી નક્ષત્રની શરૂઆત 9:02 વાગ્યે થશે. રોહિણી નક્ષત્ર માં વાદળો બંધાવાની શરૂઆત થતી હોય છે. વાદળો બંધાવાની સાથે પવનનું જોર વધારે રહેતું હોય છે. હવામાન વિભાગનાં કહ્યા મુજબ વાવણી પેહલાના વરસાદને પ્રિ-મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે. એટલે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી આ નક્ષત્રમાં જોવા મળે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્ર પર જણાવ્યું છે કે, રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છે. રોહિણી નક્ષત્ર 15 દિવસનું હોય છે. રોહિણી નક્ષત્રના ઉતરતા એટલે એક જૂનથી 4 જૂનમાં વરસાદ આવે તો ચોમાસુ બરાબર આવે છે. આ રોહિણી નક્ષત્ર પરથી ખબર પડે છે કે, ચોમાસુ મોડું બેસવાનું છે કે વાયરુ ફૂકાવવાનું છે. નક્ષત્રની શરૂઆતના દિવસોમાં છાંટા પડે તો ચોમાસાના સારા સંકેતો ગણવામાં આવે છે અને જો રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસાની સાયકલ બરાબર હાલે છે.

28 મે પછી વરસાદ આગાહી? વૈજ્ઞાનિક મોડલ મુજબ 28 મે પછી ગુજરાતના વાતાવરણમાં ધીમે ધીમે પલટો આવશે. અને ગુજરાતના ગણા-ગાંઠિયા વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે. આ વરસાદનો રાઉન્ડ 31 મે સુધી ચાલી શકે છે.

કયા વિસ્તારમાં વધારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે?
ખાસ કરીને ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો છે તેમાં આ રાઉન્ડ અસર કરતા રહેશે. વરસાદના આ રાઉન્ડમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. કોઈક વિસ્તારોની અંદર પવન સાથે કરા પણ પડી શકે છે. જોકે ભારે પવન અને કારણે મીની વાવાઝોડા જેવો માહોલ તે વિસ્તારમાં સર્જાય શકે છે.