khissu

રોહિણી નક્ષત્ર: અંબાલાલ પટેલની આગાહી: જાણો કેવુ રહેશે ચોમાસુ

વર્ષોથી ગામડામાં નક્ષત્રો અને પવનની દિશા પરથી ચોમાસાનો વર્તારો કાઢવાની પરંપારા ચાલી આવે છે, ત્યારે થોડા દિવસ બાદ રોહિણી નક્ષત્ર બેસી જશે. આવામાં રોહિણી નક્ષત્રમાં વાતાવરણમાં થતાં ફેરફાર ચોમસાનો વર્તારો આપે છે.

એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, રોહિણી નક્ષત્રના ચાર પાયા હોય છે. 15 દિવસનું નક્ષત્ર હોય છે. રોહિણી નક્ષત્રના પ્રથમ ચરણમાં વરસાદ થાય છે. 25 તારીખે રોહિણી નક્ષત્ર બેસે છે. જેમાં 72 દિવસનું વાયરું ફૂંકાય છે. જેમ-જેમ બીજા પાયા વરસાદ થાય તો એટલા વાયરાના દિવસો ઓછા ગણાય છે. રોહિણી નક્ષત્રના ઉતરતા એટલે 1થી 4 જૂનમાં વરસાદ આવે છે તો ચોમાસું બરાબર આવે છે. રોહિણી નક્ષત્ર પરથી ખબર પડે છે કે, ચોમાસું મોડું બેસવાનું છે અથવા વાયરું ફૂંકાવવાનું છે. રોહિણી બધા દિવસ ગાજવીજ સાથે વરશે તો દોષ રહેતો નથી. રોહિણી નક્ષત્રના શરુઆતના દિવસોમાં છાટા પડે તો ચોમાસાના સારા સંકેત ગણાય છે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસની સાયકલ બરાબર ચાલે.

​અરબ દેશોમાંથી પાકિસ્તાનની ઉપર થઇ ઘૂળ ગુજરાત તરફ આવશે અને ઘૂળનું પ્રમાણ વધશે. ગુજરાતમાં આંધી વંટોળ જોવા મળશે. જે ચોમાસાના લક્ષણ દ્રષ્ટીગોચર થાય છે. ગુજરાતમાં મે મહિનામાં પ્રી-મોનસુન એક્ટિવિટી થતી હોય છે. જેના કારણે વરસાદ પણ આવે છે. ત્યારે 22થી 24માં પણ પ્રી-મોનસુન એક્ટિવિટી થશે.

28 મેથી 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા રહેશે. જોકે, રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારું થાય છે અને રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસાની સાયકલ બરાબર ચાલે છે

28 મે બાદ અરબી સમુદ્રમાં પણ હલચલ વધવાની શક્યતા છે. જોકે, હળવું વાવાઝોડું સક્રિય થશે. જેની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનું અનુમાન છે...