khissu

ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ, જાણો આજનાં ડુંગળીના ભાવ

ડુંગળીની બજારમાં ભાવ સરેરાશ નીચી સપાટી પર અથડાય રહ્યા છે. વર્તમાન સંજોગોમાં આવકો વધવી જોઈએ, પંરતુ બજારો નીચા હોવાથી આવકો વધતી નથી. ખરીફ અને લેઈટ ખરીફ ડુંગળીની સરકારે કુલ ૨૫ હજાર ટનની ખરીદી કરવાની જાહેરાત કરી છે, પંરતુ ગુજરાતમાંથી ખાસ ખરીદી થાય તેવા સંજોગો દેખાતા નથી.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ફરી ઉછાળો થયો, જાણો આજનાં કપાસના (15/12/2022) બજાર ભાવ

સરકાર ગુજરાતમાંથી સક્રીય રીતે ખરીદી કરે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે. ગોંડલમાં ડુંગળીની કુલ ૩૩ હજાર કટ્ટાની આવક હતીઅને ભાવ રૂ.૭૧થી ૩૧૧નાં હતાં. રાજકોટમાં ડુંગળીની ૪૫૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૮૦થી ૨૬૦નાં હતાં. રાજકોટમાં ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાંબજારમાં સરેરાશ ભાવ નીચા આવ તેવી સંભાવનાં દેખાય રહી છે.

મહુવામાં લાલ ડુંગળીની ૩૮ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૮૦થી ૩૩૫ અને સફેદની ૪૪૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૯૦થી ૩૦૯નાં ભાવ હતાં.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં ઉછાળો: જાણો આજનાં (15/12/2022) મગફળીના બજાર ભાવ

ડુંગળી સફેદના બજાર ભાવ

મહુવાના આજના બજાર ભાવ રૂપીયા 93 થી 309 રૂપીયા ભાવ બોલાયો. 

ડુંગળી લાલના બજાર ભાવ (14/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ80260
મહુવા79335
ભાવનગર70295
ગોંડલ71311
જેતપુર71231
વિસાવદર53161
ધોરાનજી71236
અમરેલી60320
મોરબી100340
અમદાવાદ100320
દાહોદ200260

ડુંગળી સફેદના બજાર ભાવ (14/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
મહુવા93309