Top Stories
khissu

નોકરી સાથે શરૂ કરો આ બિઝનેસ, ઘરે બેઠા થશે મોટી કમાણી

જો તમારે વ્યવસાય કરીને લાખો રૂપિયા કમાવા છે તો તમારે એવો વ્યવસાય પસંદ કરવો જોઇએ જે લોકોને રોજિંદા જીવનમાં મદદરૂપ બને અથવા તો તે લોકોને પસંદ આવે. જેમ કે, વુડન ફર્નિચરનો બિઝનેસ. આજકાલ લોકો પોતાના ઘર સજાવટને લઇને ઘણા સજાગ બન્યા છે અથવા તો એમ પણ કહી શકાય કે લોકોને તેના ઘરને આકર્ષક ફર્નિચરોથી સજાવવું ખૂબ પસંદ છે. જો તમે લોકોની પસંદ મુજબ કામ કરો છો તો તમને સફળ થવાથી કોઇ રોકી શકશે નહિ.

વુડન ફર્નિચર બિઝનેસ 
ફર્નિચરનો વ્યવસાય ખૂબ વિશાળ છે. તમે તમારી આવડત મુજબ ફર્નિચર બનાવી વેચી શકો છો. આ વ્યવસાયમાં ખૂબ કમાણી છે કારણ કે આધુનિક યુગમાં લાકડાના ફર્નિચરની માંગ વધી છે. તમારે આ માટે જરૂરી સાધનો વસાવવાના રહેશે. આ બિઝનેસ માટે સરકાર પણ તમારી મદદ કરવા તૈયાર છે. હાં, આ બિઝનેસ માટે તમે મોદી સરકાર પાસેથી લોન પણ મેળવી શકો છો. જેની મદદથી તમે સરળતાથી તમારો બિઝનેસ શરૂ કરી શકશો.

વાસ્તવમાં, મોદી સરકાર તેની મુદ્રા યોજના હેઠળ નાના વેપારીઓને લોન આપે છે. આવી સ્થિતિમાં બિઝનેસ શરૂ કરવા માટે 75-80 ટકા સુધીની લોન ઉપલબ્ધ છે. આ સ્કીમ હેઠળ તમે તમારો બિઝનેસ પણ શરૂ કરી શકો છો અને કમાણી પણ કરી શકો છો. આ વ્યવસાય મુશ્કેલ નથી. જેને શરૂ કરવા માટે તમારે 2 થી 3 લાખ રૂપિયાની જરૂર પડશે. તમે ઓછા ખર્ચમાં પણ તમારી આવક બમણી કરી શકો છો. જે તમને તમારી આવતી કાલ સુરક્ષિત કરવામાં મદદ કરશે.

કેટલુ થશે રોકાણ?
આ બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે લગભગ 1.85 લાખ રૂપિયા હોવા જોઈએ. આ ઉપરાંત, મુદ્રા યોજના હેઠળ, તમે આ બિઝનેસ માટે બેંક પાસેથી સંયુક્ત લોન પણ મેળવી શકો છો. જે હેઠળ લગભગ 7.48 લાખ રૂપિયાની લોન મળશે. આમાં, તમારે ફિક્સ્ડ કેપિટલ તરીકે 3.65 લાખ રૂપિયા અને ત્રણ મહિનાની કાર્યકારી મૂડી માટે 5.70 લાખ રૂપિયાની જરૂર પડશે.

કેટલી થશે કમાણી?
આ ધંધાની શરૂઆતથી જ નફો મળવા લાગશે. તમામ ખર્ચો કાઢ્યા પછી, તમને 60,000 થી 1,00,000 રૂપિયા સુધીનો બમ્પર ફાયદો થશે.