Top Stories
khissu

નોકરી છોડીને 25 હજાર રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે લાખોની કમાણી

ખેડૂતો માટે સરકાર દ્વારા ઘણી ખરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે જેનાથી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો જણાયો છે. તેથી જ આજકાલ લોકોનું ધ્યાન ખેતી તરફ દોરાઇ રહ્યું છે. હવે માત્ર જમીન પર થતી અનાજની ખેતી જ નહિ પરંતુ દરિયામાં થતી મોતીની ખેતી પણ સારી એવી આવકનો સ્ત્રોત બની છે. મોતીની ખેતી કરીને લોકો લાખો-કરોડો કમાઇ રહ્યા છે. લોકો આ ખેતીને ઘણો સારો પ્રતિભાવ આપી રહ્યા છે અને કેમ ન આપે ભઇ આટલા મામૂલી રોકાણના બદલામાં તગડી કમાણી કરવા મળતી હોય તો! માટે આજે તમે પણ જાણી લો આ તગડી કમાણીની રીત...

બસ આટલી બાબતો રહેશે મહત્વની

સૌથી પહેલાં તો તમારે મોતીની ખેતી કરવાની તાલીમ મેળવવી પડશે. આ માટે ભારતમાં ઘણા તાલિમકેન્દ્રો પણ છે. તાલીમ મેળવ્યા બાદ મોતીની ખેતી કરવા માટે સૌપ્રથમ તો તમારે એક તળાવ જોઇશે. આ તળાવ ખોદાવવામાં જે ખર્ચ થાય તેમાં તમે સરકાર તરફથી મદદ મેળવી શકશો એટલે કે 50% સબસિડી. મોતીની ખેતી માટે તળાવ ઉપરાંત છીપ જોઇશે. આ છીપ ભારતમાં ઘણી જગ્યાએ ઉપ્લબ્ધ છે.

કેવી રીતે કરવામાં આવે છે મોતીની ખેતી?

સૌપ્રથમ છીપને જાળીમાં બાંધીને 10 થી 15 દિવસ સુધી તળાવમાં મુકવામાં આવે છે. જેથી છીપની અંદર તેમના અનુસાર એક વાતાવરણ બની શકે. ત્યારબાદ તેને બહાર કાઢીને સર્જરી કરવામાં આવે છે. આ સર્જરીમાં કણ અથવા ઘાટ દાખલ કરવામાં આવે છે. આ ઘાટ પર કોટિંગ કર્યા પછી, છીપનું સ્તર બનાવવામાં આવે છે, જે પાછળથી મોતીનાં સ્વરૂપમાં બદલાય જાય છે.  

શસ્ત્રક્રિયા પછી, છીપને ફરીથી તબીબી રીતે સારવાર આપવામાં આવે છે. આ પછી, આ છીપને એક નાના બોક્સમાં બંધ કરીને તળાવમાં દોરડાની મદદથી લટકાવવામાં આવે છે. આ દરમિયાન દરરોજ આપણે જોવું પડશે કે કયું છીપ જીવંત છે અને કયું મૃત્યુ પામ્યું છે. જે મૃત્યુ પામે છે તેને બહાર કાઢવામાં આવે છે. આ કામ દરરોજ 15 દિવસ સુધી કરવાનું હોય છે.આ પ્રક્રિયામાં લગભગ 8 થી 10 મહિનાનો સમય લાગે છે. આ પછી છીપમાંથી મોતી બહાર આવવા લાગે છે.

25,000 રૂપિયાના ખર્ચથી શરૂ થાય છે

એક છીપ તૈયાર કરવા માટે 25 થી 35 રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે તૈયારી કર્યા બાદ એક છીપમાંથી બે મોતી નીકળે છે અને એક મોતી ઓછામાં ઓછા 120 રૂપિયામાં વેચાય છે. જો ગુણવત્તા સારી હોય તો તમને 200 રૂપિયાથી વધુ મળી શકે છે. જો તમે એક એકરના તળાવમાં 25 હજાર શેલ નાખો તો તેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા થાય છે. માની લો કે તૈયારી દરમિયાન અમુક છીપનો વ્યય થાય તો પણ 50% થી વધુ છીપ સુરક્ષિત બહાર આવે છે. તેનાથી વાર્ષિક 30 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકે છે.