Top Stories
માત્ર 10,000 રૂપિયાથી શરૂ કરો આ વ્યવસાય, નોકરી કરવાની નહીં પડે જરૂર

માત્ર 10,000 રૂપિયાથી શરૂ કરો આ વ્યવસાય, નોકરી કરવાની નહીં પડે જરૂર

આપણે સૌ જાણીએ જ છીએ કે લોકો પોતાનું ગુજરાન ચલાવવા સવારથી સાંજ સુધી મહેનત કરતા હોય છે. આ વધતી મોંઘવારી સામે ટકી રહેવા આપણે કંઇક ને કંઇક ઉપાયો અપનાવા પડતા હોય છે. આ ઉપાયોમાં હાલ જોવા જઇએ તો લોકોનો ખેતી તરફ વધુ જોક દેખાય છે અને કેમ ના હોય ખેતીનો વ્યવસાય કમાણીથી ભરપૂર છે. તેથી જ તો વર્ષોથી આ ક્ષેત્ર વ્યવસાય માટે ઉત્તમ ગણવામાં આવે છે.  

આપણે આજે વાત કરવાના છીએ કાળા મરીની ખેતી વિશે. મિત્રો, તમે જાણતા જ હશો કે, કાળા મરીને મસાલાના પાકોનો રાજા કહેવામાં આવે છે. આ દિવસોમાં બજારમાં તેની માંગ ઘણી વધી ગઈ છે. તમે તેની ખેતી કરીને ખૂબ સારો નફો મેળવી શકો છો. આજે ખેડૂતો કાળા મરીની ખેતીમાંથી સારી આવક મેળવી રહ્યા છે.

આમાં કારી મુંડા નામની કાળા મરીની જાત વધુ મોંઘી વેચાય છે. અહીં અમે તમને જણાવીશું કે તમે 10 હજાર રૂપિયાથી આ બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકો છો. જો તમારી પાસે જમીન હોય તો તમે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીને મરીના છોડ વાવી શકો છો. તમને જણાવી દઈએ કે તમે માત્ર 10 હજાર રૂપિયામાં કાળા મરીના છોડ ખરીદી શકો છો. તમે દર વર્ષે તમારી પાસે મરીના છોડની સંખ્યા વધારી શકો છો. જો તમે ઈચ્છો તો આ કામ માટે રાજ્યના કૃષિ અને બાગાયત વિભાગની સંપૂર્ણ મદદ લઈ શકો છો.

કાળા મરીની ખેતી
મરીના છોડને 8-8 ફૂટના અંતરે વાવવા જોઈએ. બે છોડ વચ્ચે આટલું અંતર રાખવું અગત્યનું છે કારણ કે તેનાથી છોડનો વિકાસ સરળ બને છે. ઝાડમાંથી કાળા મરીની શીંગો તોડ્યા પછી તેને સૂકવવામાં અને દૂર કરવામાં કાળજી લેવામાં આવે છે. દાણાને થોડા સમય માટે પાણીમાં બોળીને સૂકવવામાં આવે છે. આ અનાજને સરસ રંગ આપે છે.

કાળા મરીના છોડમાં થોડા જ દિવસોમાં, મરીની શીંગો દેખાવા લાગે છે. જેને તોડ્યા બાદ કાળજીપૂર્વક સૂકવવામાં આવે છે. પછી તેના દાણા બહાર કાઢવા તેમને થોડી વાર ડુબાડીને ફરીવાર સુકવવામાં આવે છે. આ પ્રક્રિયાથી દાણાનો રંગ સારો આવે છે. મરીની ખેતી દરમિયાન, છોડ દીઠ 10-20 કિલો ગાયના છાણનું ખાતર અને વર્મી ખાતર આપી શકાય છે. છોડમાંથી શીંગો તોડવા માટે થ્રેસીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં, મરીની શીંગોમાં 70 ટકા સુધી ભેજ હોય છે, જે યોગ્ય રીતે સૂકવીને ઘટાડવો પડે છે. જો વધારે ભેજ હોય તો, મરી બગડી પણ શકે છે.

કમાણી
હવે સવાલ એ થાય છે કે તમે કાળા મરી વેચીને કમાણી કેવી રીતે કરી શકો. તો હવે તમે ઈચ્છો તો કોઈ પણ માર્કેટમાં અથવા અન્ય દુકાનદારોને કાળા મરી વેચી શકો છો. હાલમાં કાળા મરીનો ભાવ 350 થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે.