Top Stories
khissu

એક ઓરડામાં ફક્ત 5 હજારના રોકાણમાં શરૂ કરો આ બિઝનેસ,થશે બમ્પર કમાણી

મોંઘવારીના આ સમયમાં ઘર ચલાવવું ખુબ કઠીન કામ છે. એવામાં કોરોનાકાળમાં લોકોની આર્થિક હાલત ઘણી ખરાબ થઈ ગઈ, તેથી જો તમે નોકરીની સાથે સાથે ઘરે બેસી સારી કમાણી કરવા માગતા હોય તો અમે તમને એક સરસ આઈડિયા આપવા જઈ રહ્યા છીએ.

જો તમે ઘરે બેસીને કોઈ વ્યવસાય શરૂ કરવા માંગો છો તો આ આ બિઝનેસ આઈડિયા તમારા માટે બેસ્ટ છે. જેના દ્વારા તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છે. મિત્રો અમે વાત કરી રહ્યા છીએ મશરૂમની ખેતીની.

મશરૂમની ખેતી દ્વારા તમારી કમાણી ઘરની ચાર દીવાલોમાં જ શરૂ થશે, આ માટે ના તો તેને કોઈ ખાસ તાલીમની જરૂર પડશે ન તો કોઈ મોટા રોકાણની. તમે માત્ર 5 હજાર રૂપિયાનું રોકાણ કરીને આ બિઝનેસ શરૂ કરી શકો છો. આ ખેતીમાં વધુ માણસોની પણ જરૂર પડતી નથી.

મશરૂમની ખેતી દ્વારા મોટી કમાણી કરી શકાય છે
નોંધનિય છે કે,મશરૂમની ખેતીનો બિઝનેસ ખૂબ જ નફાકારક છે. જેમાં ખર્ચ કરતા 10 ગણો નફો મેળવી શકાય છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મશરૂમની માંગ બજારમાં ખુબ વધી છે. જેનો લાભ લઈ તમે મશરૂમની ખેતીનો વ્યવસાય કરી સારી કમાણી કરી શકો છો.

જાણો કેવી રીતે કરવી મશરૂમની ખેતી
તમને જણાવી દઈએ કે, મશરૂમની ખેતી ઓક્ટોબરથી માર્ચ સુધી કરવામાં આવે છે. મશરૂમ બનાવવા માટે ઘઉં અથવા ચોખાના ભૂસાને કેટલાક રસાયણો સાથે મિક્સ કરીને કંપોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવે છે. નોંધનિય છે કે, આ ખાતર તૈયાર કરવામાં અંદાજે એક મહિના જેટલો સમય લાગે છે. આ પછી સખત જગ્યા પર 6-8 ઇંચ જાડુ સ્તર બનાવીને મશરૂમના બીજને રોપવામાં આવે છે, જેને સ્પોનિંગ પણ કહેવામાં આવે છે.

બીજને ખાતરથી ઢાંકી દેવામાં આવે છે. ત્યાર બાદ લગભગ 40-50 દિવસમાં તમારું મશરૂમ બજારમાં વેંચવા માટે તૈયાર થઈ જાય છે. નોંધનિય છે કે તમને રોજ મશરૂમ સારા પ્રમાણમાં મળતુ રહેશે. તમે જાણી લો કે મશરૂમની ખેતી ખુલ્લામાં કરવામાં આવતી નથી, તેના માટે શેડવાળી જગ્યાની જરૂર પડે છે. જે તમે રૂમમાં પણ કરી શકો છો. આમ ઘરે બેઠા સારી કમાણી કરવા માટે મશરૂમની ખેતી સારો ઓપ્શન છે.