khissu

આજથી મઘા નક્ષત્રનો પ્રારંભ, જાણો શું છે વરસાદની આગાહી ?

મિત્રો આજથી મહત્વના નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે. મઘા નક્ષત્ર અને વર્ષા યોગ આ વર્ષે મઘા નક્ષત્ર માં સૂર્ય નું ભ્રમણ ૧૭/૦૮/૨૦૨૩ એ સવારે ૦૭.૨૩ થી ૩૦/૦૮/૨૦૨૩ એ રાત્રી ના ૦૩.૧૯ સુધી મઘા નક્ષત્ર માં રેહશે. તો આ 14 દિવસ માં જેટલો પણ વરસાદ વરસે અને આપ જેટલું પણ વરસાદી પાણી નો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો.

વરસાદ નું મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય છે મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે ‘…મઘા કે બરસે, માતુ કે પરસે’ એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદ થી ધરતી માતાની પાણીની તરસ બુઝી જાય છે જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. વરસાદ નું મઘા નક્ષત્ર નું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ ઉપયોગ થાય છે. કહેવાય છે કે મઘા ના મોઘા વરસાદ, માટે જો મઘા નક્ષત્ર માં વરસાદ પડે તો તે સોના ના તોલે ગણવામાં આવે છે.

આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા (કીડા) પડતા નાથી.  આ મઘા નક્ષત્ર નું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે.  પહેલા કહ્યું તેમ મઘાનું પાણી ગંગાજળ સમાન છે તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇ પણ રીતે તે બગડતું નાથી. ખંભાતમાં દરેક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે  મોટા ટાંકાઓ હતા. અને હાલમાં પણ અમુક ઘરોમાં આ ટાંકાઓ જોવા મળે છે જેમાં ખંભાત વાસી વરસાદી પાણી નો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે.

એક પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના  નક્ષત્ર ને આાધીન એક દિવસ નું મઘા નું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે, પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્ર માં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણી નું મહત્વ છે