Top Stories
ઘરે બેઠા માત્ર રૂ 850ના મશીનથી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે બમ્પર કમાણી

ઘરે બેઠા માત્ર રૂ 850ના મશીનથી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે બમ્પર કમાણી

આપણી આધુનિક સ્થિતિ કંઇક એવી છે કે માત્ર નોકરીથી કંઇ પરવડતું નથી, ખર્ચાઓ વધ્યા છે અને બચતના નામે ઘટાડો થતો જાય છે. આવા સમયે વ્યવસાય એકમાત્ર એવો ઉપાય છે જે આપણને આ મોંઘવારી સામે ટકી રહેવા તથા બચત કરવાની પ્રેરણા આપે છે. નાના-મોટા અગણિત વ્યવસાયો છે જે તમને નાના રોકાણના બદલામાં તગડી કમાણી આપે છે. આજે આપણે એવા જ વ્યવસાય વિશે ચર્ચા કરીશું.

બટાકાની ચિપ્સ 
આ વ્યવસાય બટાકાની ચિપ્સ બનાવવાનો છે. આ વ્યવસાય તમે ઘરે બેઠા પણ કરી શકો છો. તેલમાં તળેલી ક્રીસ્પી પોટેટો સ્લાઇસ લગભગ બધાની પસંદીદા છે. આ ઇન્સ્ટન્ટ ફૂડ નાસ્તા માટે વધુ ઉપયોગમાં લેવાય છે ઉપરાંત, ઉપવાસમાં પણ લોકો બટાકાની ચિપ્સનું સેવન કરે છે. આ ચિપ્સની માંગ દિવસે ને દિવસે વધી રહી છે. તેથી જ તમે પણ શરૂ કરી દો પોટેટો ચિપ્સ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ.

850 રૂપિયાનું મશીન 
બટાકાની ચિપ્સ બનાવવાના આ વ્યવસાયમાં તમારે મશીનરીની જરૂર પડશે. તમે માત્ર 850 રૂપિયાનું મશીન ખરીદીને આ વ્યવસાય શરૂ કરી શકો છો. આ મશીન તમને ઓનલાઈન સરળતાથી મળી જશે. તમે તેને કોઈ ટેબલ પર રાખીને સરળતાથી ચિપ્સ કાપી શકો છો. તેના માટે વધુ જગ્યાની જરૂર નથી અને તેને ચલાવવા માટે વીજળીની જરૂર નથી. તમે તેને સરળતાથી હાથથી ચલાવી શકો છો. મશીનરી ઉપરાંત તમારે કાચા માલની જરૂર રહેશે. તેના માટે જરૂરી કાચો માલ છે બટાકા, ખાદ્ય તેલ, મીઠું, સ્વાદિષ્ટ મસાલા તથા પેકિંગ સામગ્રી.

વેચાણ
તમે કરેલી બટાકાની ચિપ્સના ઉત્પાદનનું વેચાણ સ્થાનિક બજાર, જથ્થાબંધ બજાર અથવા ઓનલાઇન પણ કરી શકો છો. તેથી ધીમે ધીમે તમારું નેટવર્ક વધશે અને તમે આ નાના વ્યવસાયને ઘણો વધારી શકશો. આજકાલ ઇન્સ્ટન્ટ રીતે તળેલી ચિપ્સ ખાવાનો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે. લોકો તેમની સામે ચિપ્સ તળીને ખાય છે. આવી સ્થિતિમાં, તમે કાર્ટ અથવા દુકાન પણ ખોલી શકો છો અને તરત જ ચિપ્સને તળી શકો છો.

કમાણી
બટાકાની ચિપ્સ બનાવવા માટે કાચા માલ પર જેટલો ખર્ચ થાય છે તેનાથી 7-8 ગણી કમાણી કરી શકાય છે. જો એક દિવસમાં 10 કિલો બટેટાની ચિપ્સ બનાવવામાં આવે તો તમે એક દિવસમાં 1000 રૂપિયા સરળતાથી કમાઈ શકો છો. આ માટે કોઈ ખાસ રોકાણ કરવું પડતું નથી.