પ્રેમનું પ્રતિક તાજમહેલ વિશે અદભુત વાતો જે કદાચ તમે નહીં જાણતા હોય

પ્રેમનું પ્રતિક તાજમહેલ વિશે અદભુત વાતો જે કદાચ તમે નહીં જાણતા હોય

સંગમરમરના સફેદ આરસપહાણથી બનેલું પ્રેમનું પ્રતિક એવું સ્મારક આગ્રાનો તાજમહેલ વિશ્વની સાત અજાયબી પૈકીનો એક મનાઈ છે. ખુબ જ દૂર દૂરથી લોકો તાજમહેલને જોવા આવે છે. પરંતુ તાજમહેલ કરતાં પણ તાજમહેલ નો ઇતિહાસ ખૂબ સુંદર છે. તો ચાલો જોઈએ તાજમહેલ વિશે કંઈક એવા ફેક્ટ જે જાણીને તમને નવાઈ થશે.

  • તમે તો જાણતા જ હશો કે તાજમહેલ પ્રેમના પ્રતિક તરીકે ઓળખાય છે. તાજમહેલને મુગલ બાદશાહ જાય તેની બેગમ મુમતાજ મહલની યાદમાં બનાવ્યો હતો.
  • આટલો સુંદર દેખાતો તાજમહેલ હકીકતમાં તો એક કબર છે. તાજ મહેલ ની વચ્ચે બેગમ મુમતાજ મહલ ની કબર આવેલી છે.
  • શું તમને ખબર છે કે તાજમહેલ બનાવવામાં એ સમયે લગભગ ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. એ સમયના એટલા રૂપિયા અત્યારના સમય મુજબ છ હજાર કરોડ કરતાં પણ વધારે થાય.
  • તાજમહાલ આખું આરસ પહાનાંનું બનેલું છે. કુલ મળીને 28 પ્રકારના આરસ પહાણ વાપરવામાં આવ્યા હતા. જે ચીન શ્રીલંકા અને ભારત ના અલગ અલગ હિસ્સામાંથી લાવવામાં આવ્યા હતા.
  • તાજમહેલ બનાવવા માટે લગભગ ૨૨ વર્ષનો સમય લાગ્યો હતો. આ બાવીસ વર્ષમાં ૨૨ હજાર જેટલા મજુરો અને સો જેટલા હાથીઓ કામે લાગ્યા હતા.
  • એવું કહેવાય છે કે તાજમહેલ બની ગયા પછી તેના બનાવનાર કારીગરોના હાથ કાપી નાખવામાં આવ્યા હતા.
  • પહેલા તાજ મહેલની દીવાલો પર ખૂબ જ કીમતી રત્નો જડેલા હતા. પરંતુ અંગ્રેજોના સમયમાં અંગ્રેજોએ રત્નો ઈંગ્લેન્ડ લઈ ગયા.
  • નવાઈની વાત તો એ છે કે જેણે તાજમહેલ બનાવ્યો હતો એ શાહજહાંને તેના જ પુત્ર એ તેના અંતિમ વર્ષોમાં તાજમહેલની અંદર જ કેદ રાખ્યો હતો.
  • બીજા વિશ્વ યુદ્ધ અને ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે તાજમહલ ને ઢાંકી દેવામાં આવ્યો હતો. જેથી કરીને તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે.
  • અમુક હિન્દુઓનું એવું માનવું છે કે તાજમહેલ હકીકતમાં એક શીવમંદિર છે અને તેનું અસલી નામ તેજોમહાલય છે. તેઓ એવો તર્ક આપે છે કે મુસ્લિમ માં કોઈ પણ ઈમારત નું નામ પાછળ મહેલ એવો શબ્દ રાખવાની પરંપરા નથી.