Top Stories
તમારી વ્હાલસોયી દીકરીની ચિંતા છોડી દો, માત્ર આ એક ફોર્મ ભરી દો, ગુજરાત સરકાર આપશે 1,10,000 રૂપિયા સીધા બેન્ક ખાતામાં

તમારી વ્હાલસોયી દીકરીની ચિંતા છોડી દો, માત્ર આ એક ફોર્મ ભરી દો, ગુજરાત સરકાર આપશે 1,10,000 રૂપિયા સીધા બેન્ક ખાતામાં

પોતાના બાળકની ચિંતા ક્યા માતા-પિતાને ન હોય. ત્યારે એમાં પણ જો કોઈ એવી સરકારી યોજના બતાવે કે જેમાં દીકરીના લગ્ન અને ભણતરની ચિંતા ન રહે તો સોનામા સુગંધ જેવી વાત થઈ જાય. ત્યારે આજે સરકારની એક એવી જ યોજના વિશે વાત કરવી છે કે જેમાં તમારી દીકરીને એક લાખ દસ હજાર રૂપિયાનો ફાયદો થશે. તો આવો વિગતે વાત કરીએ આ  યોજના વિશે, તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ક્યાંથી તમને આ ફોર્મ મળશે.

આ યોજનાનું નામ છે વ્હાલી દીકરી યોજના. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સરકાર તરફથી મદદ આપવામાં આવે. ત્રણ અલગ અલગ હપ્તામાં આ મદદ તમારા સુધી પહોંચે છે. આ યોજનાની આધિકારિક વેબસાઇટ https://wcd.gujarat.gov.in/ તેમજ ગુજરાત સરકારનું પોર્ટલ: https://gujaratindia.gov.in/ પર પણ જઈ શકો છો.

આ રીતે આવશે ત્રણ હપ્તામાં રૂપિયા

પહેલો હપ્તો: દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000 રૂપિયા
બીજો હપ્તો: દીકરી નવમા ધોરણમાં આવે ત્યારે 6000 રૂપિયા
ત્રીજો હપ્તો: દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે રૂપિયા 1 લાખ રૂપિયા

આ યોજનાનો લાભ કોને મળશે એના વિશે જો વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે તમે ગુજરાતના જ નાગરિક હોવા જરૂરી છે. તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનામાં લાભ આપવામાં આવે છે. જે તે દીકરીનાં પરિવારની વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોય તો જ લાભ મળી શકે છે.  તમારું બૅન્ક અકાઉન્ટ હોવું પણ ફરજિયાત છે. ખાસ વાત એ પણ જણાવી દઈએ કે બાળકીના જન્મનાં એક વર્ષની સમય મર્યાદામાં જ તમારે આ યોજના માટે ફૉર્મ ભરી દેવાનું રહેશે તો જ લાભ મળશે. સાથે જ જણાવી દઈએ કે વ્હાલી દીકરી યોજના હેઠળ જો લાભાર્થી દીકરીનું 18 વર્ષ પહેલા અવસાન થઈ જાય તો સહાયની રકમ મળવા પાત્ર નથી રહેતી.

હવે તમને એવો પ્રશ્ન પણ થતો હશે કે આ ફોર્મ ક્યાંથી લેવું તો એ પણ જણાવી દઈએ કે આ ફોર્મ તમને ત્રણ જગ્યાએથી મળી શકે છે.

1) ગ્રામ સ્તરે સંકલિત બાળ વિકાસ અધિકારી ICDS દ્વારા ચાલતી આંગણવાડી ખાતે અથવા તો ગ્રામ પંચાયતમાંથી
2) તાલુકા સ્તરે સંકલિત બાળ વિકાસ અધિકારી ICDS ની કચેરી ખાતે 
3) જિલ્લા સ્તરે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ખાતે  

હવે વાત કરીએ કે કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે.

1) માતા-પિતાનું ઓળખપત્ર
2) માતા-પિતાના લગ્નનું સર્ટિ
3) જન્મનું પ્રમાણપત્ર 
4) રેશન કાર્ડની કોપી 
5) બૅન્ક ખાતાની પાસબુક 
6) ડોમિસાઇલ સર્ટિફિકેટ
7) આવકનો દાખલો  
8) પાસપોટ સાઇઝ ફોટો

આવી માહિતી અમે Khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે Khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.