2023નું નવું વર્ષ જીરું વાવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે.આજે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જીરાના ઐતિહાસિક ભાવ મળ્યા હતા. બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરાના 6300 થી લઈને 6500 સુધીના હાઈએસ્ટ ભાવ મળ્યા હતા.. એક મણ નો ભાવ 6500 રૂપિયા જેટલો મળતા ખેડૂતોમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી હતી..
આ પણ વાંચો: ડુંગળીના ભાવનો સર્વે: આ તારીખથી આવશે તેજી; જાણો નિષ્ણાત માહિતી અને જવાબદાર કારણો
આ પણ વાંચો: ભાઈ.. ભાઈ.. કપાસનાં ભાવમાં થશે વધારો, જાણો કઈ તારીખથી: સર્વે
આટલા જીરું નાં સારા ભાવ મળવા પાછળના અલગ અલગ કારણો પણ છે જેમાંથી સૌથી મહત્વનું કારણ એ છે કે આ વખતે જીરાનું ઉત્પાદન ઓછું જ રહ્યું છે ત્યારે ગયા વર્ષનું જે જીરું છે તેમની માર્કેટ જોઈને ખેડૂતો અત્યારે સારા ભાવ સાથે જીરાનો પાક વેચી રહ્યા છે તો અન્ય એક કારણ એવું પણ સામે આવ્યું છે કે હાલ આંતરરાષ્ટ્રીય બજારોમાં સારા ભાવ મળતા હોવાથી તેનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે.. રાજકોટ પંથકમાં ઉત્પાદન થતું જીરુ એ સૌરાષ્ટ્રમાં ખૂબ સારી ગુણવત્તા વાળું હોવાનું પણ મનાય છે ત્યારે સારી ગુણવત્તાવાળા જીરાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ખૂબ સારા મળી રહ્યા છે.. હાલ દરરોજ આશરે 2000 જેટલી ગુણી બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવતી હોય છે...
આ પણ વાંચો: કપાસનાં ભાવમાં વધારો જાણો આજનાં (02/01/2023) કપાસનાં બજાર ભાવ
ગયા વર્ષ કરતાં લગભગ ડબલ જેટલો ભાવ
ખેડૂતોને આટલો મોટો ભાવ અગાઉ ક્યારે મળ્યો ન હતો... ગયા વર્ષ કરતાં લગભગ ડબલ જેટલો ભાવ ખેડૂતોને આ વર્ષે જીરાનો મળી રહ્યો છે... રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરું વેચવા આવેલા ખેડૂતોએ કહ્યું હતું કે તેમણે આ વખતે 4500થી 5500 એક મણ જીરાનો ભાવ મળશે તેવું ધાર્યું હતું જો કે તેમની ધારણા કરતા 1000 જેટલો વધુ ભાવ મળ્યો હતો... રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો આજે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે જીરૂ વેચવા આવ્યા હતા...
આજના તા. ૦૨/૦૧/૨૦૨૩ અને સોમવારના જૂનાગઢ, અમરેલી અને રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડ:
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1550 | 1744 |
ઘઉં લોકવન | 510 | 560 |
ઘઉં ટુકડા | 520 | 622 |
જુવાર સફેદ | 731 | 895 |
જુવાર પીળી | 475 | 575 |
બાજરી | 300 | 458 |
મકાઇ | 370 | 455 |
તુવેર | 995 | 1500 |
ચણા પીળા | 830 | 930 |
ચણા સફેદ | 1640 | 2500 |
અડદ | 1036 | 1512 |
મગ | 1250 | 1600 |
વાલ દેશી | 2250 | 2600 |
વાલ પાપડી | 2450 | 2650 |
ચોળી | 1000 | 1350 |
મઠ | 1111 | 1575 |
વટાણા | 440 | 850 |
કળથી | 1211 | 1340 |
સીંગદાણા | 1590 | 1650 |
મગફળી જાડી | 1140 | 1375 |
મગફળી જીણી | 1120 | 1268 |
તલી | 2700 | 2950 |
સુરજમુખી | 850 | 1095 |
એરંડા | 1311 | 1385 |
અજમો | 1850 | 2200 |
સુવા | 1250 | 1511 |
સોયાબીન | 1010 | 1076 |
સીંગફાડા | 1125 | 1580 |
કાળા તલ | 2380 | 2675 |
લસણ | 180 | 530 |
ધાણા | 1300 | 1650 |
મરચા સુકા | 3200 | 4500 |
ધાણી | 1325 | 1710 |
જીરૂ | 4800 | 6400 |
રાય | 1070 | 1200 |
મેથી | 1080 | 1140 |
કલોંજી | 2351 | 2736 |
રાયડો | 1020 | 1145 |
રજકાનું બી | 3400 | 3800 |
ગુવારનું બી | 1110 | 1165 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates) | ||
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1250 | 1666 |
ઘઉં | 450 | 555 |
ઘઉં ટુકડા | 450 | 554 |
જુવાર | 775 | 775 |
ચણા | 800 | 921 |
અડદ | 1250 | 1422 |
તુવેર | 1150 | 1536 |
મગફળી જીણી | 1050 | 1292 |
મગફળી જાડી | 1070 | 1464 |
સીંગફાડા | 1350 | 1501 |
એરંડા | 1000 | 1352 |
તલ | 2650 | 2900 |
તલ કાળા | 2100 | 2578 |
જીરૂ | 4500 | 6350 |
ધાણા | 1300 | 1610 |
મગ | 1300 | 1658 |
સોયાબીન | 1000 | 1131 |
રાઈ | 1050 | 1050 |
અમરેલી માર્કેટ યાર્ડ:
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1000 | 1722 |
શિંગ મઠડી | 1000 | 1300 |
શિંગ મોટી | 940 | 1353 |
શિંગ દાણા | 1325 | 1551 |
તલ સફેદ | 1200 | 3300 |
તલ કાળા | 1300 | 2600 |
બાજરો | 422 | 630 |
જુવાર | 700 | 942 |
ઘઉં ટુકડા | 450 | 601 |
ઘઉં લોકવન | 475 | 583 |
ચણા | 610 | 909 |
તુવેર | 625 | 1349 |
એરંડા | 1304 | 1363 |
જીરું | 3300 | 5640 |
ધાણા | 1000 | 1385 |
અજમા | 1425 | 1500 |
મેથી | 800 | 950 |
સોયાબીન | 800 | 1103 |