હવામાન વિભાગની ઘાતક આગાહી, હવે સીધો ઉનાળો આવી જશે, વચ્ચેથી એક ઋતુ ગાયબ થશે

હવામાન વિભાગની ઘાતક આગાહી, હવે સીધો ઉનાળો આવી જશે, વચ્ચેથી એક ઋતુ ગાયબ થશે

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. ત્રણ દિવસમાં તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

ફરી ઉત્તર-પૂર્વના પવનો શરૂ થતા ઠંડીમાં ઘટાડો થયો છે. તો હાલ અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 33 ડિગ્રીને પાર થયો છે. હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, આ વખતે વસંત ઋતુ આવશે નહીં અને સીધો ઉનાળો શરૂ થઈ જશે.

ઠંડી બાદ આવતી વસંત ઋતુ ગાયબ 
ગ્લોબલ વોર્મિંગની ઝડપથી હવામાન પર અસર પડી રહી છે, આ વખતે ક્લાયમેટ ચેન્જના કારણે ઠંડી અપેક્ષા કરતા ઓછી રહી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે વસંત ઋતુ નહીં આવે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે વસંતને બદલે સીધો ઉનાળો આવશે.

હવામાન વિભાગનું મોટું એલર્ટ 
IMD એ હવામાનને લઈને માહિતી આપી છે કે, ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા માર્ચની શરૂઆતમાં તાપમાન ઝડપથી વધશે.

હવામાન વિભાગનો અંદાજ છે કે ઉત્તર-પશ્ચિમથી મધ્ય અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ફેબ્રુઆરીમાં વરસાદ સામાન્ય કરતાં 20 ટકા ઓછો રહેશે. વરસાદના અભાવે હવામાં ભેજ ઘટશે અને તાપમાનમાં ઝડપથી વધારો થશે.

નિષ્ણાતો કહે છે કે ફેબ્રુઆરીમાં
ફેબ્રુઆરીના મધ્યથી એપ્રિલની શરૂઆત સુધી 45-60 દિવસ સુધી ગરમી કે ઠંડી હોતી નથી. આ ઋતુ વસંતની છે. ઘણા વર્ષોથી વસંતના દિવસો ઝડપથી ઘટી રહ્યા છે.

નિષ્ણાતોએ તાજેતરમાં કહ્યું હતું કે 2024 સૌથી ગરમ વર્ષ હતું. ઈતિહાસમાં ટોચના 5 સૌથી ગરમ વર્ષ માત્ર છેલ્લા 10 વર્ષમાં જ થયા છે. 2025ની જાન્યુઆરી ઈતિહાસમાં ત્રીજી સૌથી ગરમ જાન્યુઆરી હતી.

જાન્યુઆરીમાં દેશમાં વરસાદ 70 ટકા ઓછો હતો. પર્વતીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા 80% ઓછી હતી. ફેબ્રુઆરીમાં પણ વરસાદની શક્યતા ઓછી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ સપ્તાહમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ તાપમાન ઉંચુ રહેવાની શક્યતા છે.