જ્યુસ એટલે હેલ્ધી ડ્રિંક્સનો પર્યાય. શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમાં જ્યુસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. જેથી આજે અમે આપને એવું રહસ્ય જણાવવા જઇ રહ્યા છીએ કે જેનાથી શિયાળામાં તમારા સ્વાસ્થ્યને મળશે નવી ઉર્જા આખરે શેનું જ્યૂસ આપના માટે ફાયદાકારક છે અને તે તમારી રોગપ્રતિકારક શક્તિને કેવી રીતે સુધારી શકે છે. આવો જાણીએ.
બીટ-ગાજર અને આદુનો રસ
શિયાળામાં બીટ, ગાજર અને આદુનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં આદુનું સેવન કરવાથી શરીરમાં ગરમી આવે છે. તમે આ જ્યુસ એક્સરસાઇઝ કરતા પહેલા કે પછી પી શકો છો. આ રસમાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે, સાથે જ તેમાં આયર્ન, વિટામિન એ અને વિટામિન સી પણ મળી આવે છે. આ રસ એનિમિયાની સમસ્યાને ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
ખાટા ફળોનો રસ
સાઇટ્રસ ફ્રૂટમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. સાઇટ્રસ ફળોનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, ચેપ અટકાવે છે. સાઇટ્રસ ફ્રુટ જ્યુસ આપણને માત્ર હેલ્ધી જ નથી રાખતા પરંતુ શરદી અને ખાંસીથી પણ બચાવે છે. તમે નારંગી, મોસમી અને દ્રાક્ષનો રસ પણ પી શકો છો.
ટામેટાંનો રસ
ઘણા લોકો શિયાળામાં ટામેટાંનો રસ પણ પીવે છે. ટામેટા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ટામેટાંમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન B9 હોય છે. આ ઉપરાંત, તે વિટામિન સીનો પણ સારો સ્ત્રોત છે. ટામેટાંનું સેવન કરવાથી તમે ઈન્ફેક્શનથી બચી શકો છો. તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. ટામેટાંનો રસ વજન ઘટાડવા માટે પણ સારો માનવામાં આવે છે.
પાલકનો રસ
શિયાળાની ઋતુમાં રોગો સામે રક્ષણ આપવા માટે પણ પાલકનો રસ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ માટે પાલક સારી છે. તેમાં કેરોટીન, એમિનો એસિડ, આયર્ન, આયોડિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ સાથે વિટામીન A, C, K, E અને B કોમ્પ્લેક્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. પાલકનું નિયમિત સેવન કરવાથી આપણા શરીરનું પીએચ લેવલ સંતુલિત રહે છે. પાલકમાં પ્રોટીન અને ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે.